________________
સદા નિર્મળ હોય છે છતાં તેના સ્વભાવમાં જે વિકૃતિ દેખાય છે તે વાદળોના આવરણથી ઉત્પન્ન થયેલી છે, તેમ નિર્મળ આત્મામાં નિર્મળજ્ઞાન સદા રહેલ છે છતાં તેના સ્વભાવમાં જે વિકૃતિ દેખાય છે તે આઠ કર્મના આવર
ની કરેલી છે. વાદળો દૂર થવાથી જેમ ચંદ્રમાં તેની કાન્તિ પ્રગટ દેખાય છે તેમજ કર્મો દૂર થવાથી આત્માની અંદર શુદ્ધજ્ઞાન વિકાસ પામે છે.
જેમ પ્રચંડ પવન, સૂર્યની આડે આવેલાં વાદળને વિખેરી નાખે છે તેમ યેગી શુદ્ધ આત્માના ધ્યાનવડે છેડા વખતમાં કર્મનાં આવરણને વિખેરી નાખે છે.
જે વેગ વડે શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે તેને જ જ્ઞાનીઓ ભેગ કહે છે, તે ગથી ઉત્પન્ન થતું સુખ સર્વ થી ઉત્તમ છે. તે સુખમાં કામ વાસનાની પીડા નથી પણ સમભાવ ભરેલો હોય છે સ્થિરતા જામેલી હોય છે, તે સુખ આત્માની અંદર છે અને જન્મ મરણ તથા વૃદ્ધાવસ્થાને નાશ કરનાર તે સુખ છે. જેટલી પરાધીનતા એ બધું દુઃખ છે અને જેટલી સ્વાધીનતા એ બધું સુખ છે, આસુખ દુઃખનું ટુંકામાં લક્ષણ છે. આ ઉપરથી સમજવાનું એ છે કે પુન્યથી ઉન્ન. થયેલા ભેગે, પુન્યને આધિન હોવાથી પરવશ હોવાને લીધે દુખ રૂપ છે પણ વેગથી ઉન્ન થયેલું જ્ઞાન આત્માનું સ્વરૂપ હોવા સાથે સ્વાધીન હોવાથી તે સુખરૂપ છે. જેમ મેલથી