________________
૧૭૩
જીવ અને કર્મને અને અન્ય વધ્ય ઘાતક સંબંધ નથી. એક મરનાર અને બીજે મારનાર આવા સંબંધને વધ્ય ઘાતક સંબંધ કહે છે. આ સંબંધ જીવ અને કર્મને નથી પણ સગા સંબંધ છે. તેથી જ બને જુદાં પડી શકે છે. પણ એક બીજાના ગુણનો નાશ કરતાં નથી. અર્થાત્ કર્મો જીવના ગુણેને નાશ કરતાં નથી અને જીવ કમના ગુણેને નાશ કરતાં નથી, પણ એક બીજાની સાથે એકરસ થઈને ભેગાં મળીને રહે છે. જીવ અને કર્મમાં પરિણુમ થયા કરે છે, તે પરિણામમાં જ્યારે એક બીજાની નિમિત્તતા રહેતી નથી ત્યારે પરસ્પર જોડાઈ રહેલા છવા અને કર્મનું જુદા થવાપણું થાય છે, અને તેને જ મેક્ષ કહે છે.
પુગલના જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ પરિણામ થવામાં, આત્મામાં થતા રાગ દ્વેષાદિ પરિણામ નિમિત્ત. કારણ છે, અને આત્માને થતા રાગદ્વેષાદિ પરિણામમાં જ્ઞાનાવરણ આદિ પરિણામ નિમિત્તકારણે છે. જ્યારે પુદ્ગલ આત્માના પરિણામમાં કારણ રૂપ થતાં નથી અને આત્મા પુગલના પરિણામમાં કારણ રૂપ થતું નથી, ત્યારે આત્મા અને કર્મ અને જુદા પડે છે.
આત્માને આત્માકારે પરિણમા.
ફાટિક મણિની માફક આત્મા જે જે ભાવે સાથે જોડાય છે. ત્યાં ત્યાં તે તે ભાવે તન્મય ભાવને પામે છે.