________________
- - ૧૮૨
ગૌણ છે. અપેક્ષાએ ગ્રતાદિ કરવા છતાં રાગદ્વેષને ત્યાગ કરવામાં ન આવે તે વૃથા કહેલાં છે, નહિંતર પુન્ય બંધ તે થાય છે એટલે વ્રતાદિ સર્વથા નિરૂપયોગી તે નથીજ.
જે મનુષ્ય કેઈ ઠેકાણે રાગ કરતું નથી તેમજ શ્રેષ પણ કરતું નથી. સર્વ સ્થળે સદા ઉદાસીન ભાવ રાખે છે તે પ્રત્યાખ્યાન વડે સર્વ દેને ઉલંઘી જાય છે. પ્રત્યા
ખ્યાન એટલે આ વસ્તુના સંબંધમાં રાગદ્વેષ નહિં કરું તેવી પ્રતિજ્ઞા કરવી. તે દઢ નિશ્ચય કરે છે. આવા પ્રત્યાખ્યાન વડે રાગદ્વેષને ઓછા કર્યા છે, પ્રત્યાખ્યાન કરવાની સાથે જ રાગદ્વેષને ત્યાગ કરીને ઉદાસીન ભાવમાં આવી ગયો છે, અથવા ઉદાસીન વૃત્તિ જે રાગદ્વેષના અભાવવાની છે તે તેનામાં આવી હોવાથી તે પ્રત્યાખ્યાનની હદને ઉલંઘી ગયો છે. પ્રત્યાખ્યાન દ્વારા તેને જે કાર્ય કરવાનું હતું તે થઈ ગયેલ હોવાથી હવે તેને પ્રત્યાખ્યાનની જરૂર રહી નથી–અર્થાત પચ્ચખાણ કર્યા વિના પણ પ્રત્યાખ્યાન કરેલાની માફક તેનું વર્તન થઈ રહેલું છે, તે મનુષ્ય સંવર ભાવમાં રહેલું છે અને કર્મની નિર્ભર કરે છે. તેને પ્રત્યા
ખ્યાનની શી જરૂર છે? જે મનુષ્ય રાગી છે તેનામાં સંસારના હેતુ ભૂત દોષ સદા નિવાસ કરીને રહે છે, પણ જે જ્ઞાની છે વીતરાગ છે તેની અંદર કોઈપણ દે ટકી શક્તા નથી. જીને ઉદયિક ભાવ બંધનું કારણ છે પણ પરિણામિકભાવ મોક્ષનું કારણ છે.કમના ઉદયથી જે ભાવ