________________
કર્મ મલ રહિત શુદ્ધ આત્મા સંબંધી વિચાર કરે, તેનું ધ્યાન કરવું, તેમાં તદાકાર થઈ રહેવું તે આત્માને શુદ્ધ ભાવ છે તે મોક્ષનું કારણ છે. પુન્યથી દેવ, રાજા, ચકવર્તિ આદિની બધિ મળે છે, પાપથી પશુ પક્ષી વૃક્ષ નરકાદિની ગતિ મળે છે અને તેનાં દુઃખ ભેગવવાં પડે છે. શુધ્ધ આત્માના ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે શુભ અશુભ બને ભાવેને ત્યાગ કરી શુધ્ધભાવ ધારણ કરે, તેથી કર્મને આવવાને માર્ગ રોકાય છે અને પૂર્વનાં કર્મો જે બધેલાં છે તેને ક્ષય થાય છે, છેવટે આત્મા સદાને માટે વિશુદ્ધ થાય છે.
- શુદ્ધભાવ કેમ કરી ? આત્માને શુદ્ધ ભાવમાં લાવવાની ઈચ્છાવાળા જીવોએ પ્રથમ પિતાના મનને પાંચે ઈન્દ્રિયના વિષયમાંથી ખેંચી લેવું-પાછું હઠાવવું અને તે મનને આત્મામાં નિશ્ચળ કરવા માટે તે કાંઈ પણ ચિંતન ન કરે તે તરફ લક્ષ આપ્યા કરવું-ચા જોયા કરવું. લાંબા વખતના અભ્યાસે મન આત્મામાં લીન થાય છે, સંકલ્પ વિકલ્પ કરતું બંધ થાય છે અને આ બાજુ આત્માને જ્ઞાતા દષ્ટા પણને ભાવ પણ મજબુત થાય છે. મન નિર્વિકલ્પ બને છે અને આત્મા પિતાના સ્વભાવમાં સ્થિર થાય છે. આ નિર્વિકલ્પ અને સ્વરૂપસ્થ દશામાં–અવસ્થામાં પૂર્વનાં બાંધેલા–સત્તામાં રહેલાં