________________
હોય છતાં પણ ઉપાદાન-મૂળકારણરૂપ માટી વિના ઘડે ઉત્પન્ન થતા નથી, તેમ મન વચન શરીરની ક્રિયારૂપ સામગ્રી તૈિયાર હોય છતાં તેના ઉપાદાન કારણ વિના કમ ઉત્પન્ન થતાં નથી. ઘડે ઉત્પન્ન થવામાં ઉપાદાન કારણ જેમ માટી છે, તેમ કર્મનું ઉપાદાને કારણે રાગદ્વેષની મલિનતા છે તે હોય તેજ કમ ઉત્પન્ન થાય..
- કુંભાર જેમ સહકારી કારણ-સાથે રહી કરનાર મદદગાર નિમિત્તકારણ પણે ઘડે બનાવે છે છતાં પણ કે વખત કોઈપણ પ્રકારે કુંભાર ઘડામય-ઘડારૂપ થતું નથી. તેમ આત્મા પણ સહકારી કારણપણે કષાયાદિને કરે છે, છતાં પણ આત્મા કેઈ વખત કષાયાદિ રૂપે થતું નથી.
જે કર્મને કમરૂપે જાણે છે, અને અકર્મને અકર્મરૂપે જાણે છે તે બધી જાતનાં કર્મો કરવા છતાં છેવટે કર્મને નાશ કરે છે. જેને સત્ય સ્વરૂપનું જ્ઞાન હોય છે તે કોઈ વિકટ પ્રસંગે ત્યાગ કરવા ગ્ય બાબતેનું ગ્રહણ પણ કરે છતાં તે થોડા વખત પછી તેને ત્યાગ કરી શકશે, કેમકે તેને સત્ય અસત્યનું જ્ઞાન છે. જેને સત્યનું જ્ઞાન જ નથી તે મનુષ્ય તેને હિતકારી જાણુંને ગ્રહણ કરે છે અને અહિતકારી હોવા છતાં તેવા જ્ઞાનના અભાવે પ્રસંગે તેને ત્યાગ કરી શકતું નથી. - જેમ કાદવમાં પડેલા નિર્મળ સ્ફટિક અંદર ખાનેથ