________________
-
૧૦૮
આજ જોઈએ અને આ જ જોઈએ. આ હેાય તે કિક પડે અને આ ન હોય તે ફિક પડે, એ આગ્રહ કે એવી અપેક્ષા આત્માથી છએ રાખવી નહિ, પણ પૂર્વે બાંધેલાં પિતાનાં શુભાશુભ કર્મ માંથી સુખ કે દુઃખ જે વખતે જે ઉદય આવે તે સમભાવે સહન કરતા રહેવું. અમુક વસ્તુને આગ્રહ બંધાવે કે અમુક વિના ન જ ચાલે તેવી લાગણીઓ આર્તધ્યાનરૂપ અશુભ ધ્યાન ઉત્પન્ન કરનારી છે. આધ્યાનથી જીવ ઘણું નવીન અશુભ કર્મ અધે છે, માટે જે વખતે જે જે વસ્તુ વિગેરે મળી આવે તેમાં સંતોષ માનતાં અને તેથી ચલાવી લેતાં ટેવાવું જોઈએ.
આત્મજ્ઞાનથી શુદ્ધિ થાય છે. - વિપરીત દષ્ટિવાળા ઘણું છે બીજા ઉપાયથી શુદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે અને તે માટે પ્રયત્ન પણ કરે છે છતાં આ તે જ્ઞાનીઓને નિશ્ચય જ છે કે આત્માના જ્ઞાન વડેજ આત્માની શુદ્ધિ થાય છે. આત્મા સિવાય અન્ય પદાર્થ જે જડ પુગલ-માયા રૂપ છે. યા અજીવ છે તે પદાર્થોનું તે આત્માની આડે આવરણુજ છે. આ આવરણ એજ અશુદ્ધિ છે, તે પદાર્થથી આત્માની શુદ્ધિ થઈ શકેજ નહિં, તેના ત્યાગથી જ શુદ્ધિ થાય, અથવા આવરણને વિરોધી તત્વથી આવરણ જાય-શુદ્ધિ થાય. જેમ તાપથી ટાઢ જાય છે તેમ આ જડ માયાને વિરોધી ચૈતન્ય ભાવ