________________
- ૧૨૮
દયાનનું ફળ. પૂર્ણ પરમાત્મ સ્વરૂપની-પરબ્રહ્મની પ્રાપ્તિ થવી તે ધ્યાનનું મુખ્ય ફળ છે આ ફળ એકાંતિક છે તેમાં અપવાદ નથી,તેમજ તે અનુભવગમ્ય-આત્મગમ્ય છે. અને તે અનુત્તરફળ છે તેનાથી આગળ બીજું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા યોગ્ય કેઈ નથી, માટે બુદ્ધિમાને એ વાદપ્રતિવાદઆદિ વાસનાઓને ત્યાગ કરી આ પરબ્રહ્મરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે આ હીજ પ્રબલ પુરૂષાર્થ કરો. વાદવિવાદ કરવાથી વસ્તુતત્વની પ્રાપ્તિ થતી નથી, પણ કામ કરવાને ખરો વખત નકામે ચાલ્યો જાય છે. માટે અહીજ આ ભવમાંજ આત્માના શુધ સ્વરૂપને પ્રગટ કરવાને જેટલું બને તેટલા પ્રયત્ન કર્યા જ કરે. – –
મહાત્માઓને હિતોપદેશ ધ્યાન માર્ગના જાણકાર અને ધ્યાન વડે કર્મને ક્ષય કરનાર એગીએ, ભાવી ચોગીઓના હિત અર્થે અંધકારમાં દીપક સમાન આ પ્રમાણે ઉપદેશ આપે છે કે જેમ ચાલવામાં વિલંબ કે આળસ કરનાર મનુષ્ય માર્ગને પાર પામી શક્યું નથી તેમ ચેકસ નિર્ણય ઉપર આવવાની ઈચ્છા વિનાના વાદ અને પ્રતિવાદ કરનારા તત્વજ્ઞાનને પાર પામી શકતા નથી. જેમ ચાલવામાં પ્રમાદ નહિં