________________
૧૬૯ ભણાવે છે, તેની સાર સંભાળ રાખે છે, ધર્મ માર્ગમાં પ્રેરણું કરે છે, આડે માર્ગે જતા હોય તે વારે છે, વારંવાર પ્રેરણા કરી આગળ વધારે છે. ઉપાધ્યાયજી સૂત્રને પાઠ આપે છે. પ્રવર્તક ધર્મ ક્રિયામાં પ્રવર્તાવે છે. સ્થવિર જ્ઞાનમાં અને ક્રિયામાં તથા વર્ષોમાં વૃધ્ધ હોય છે, ચારિત્રના માર્ગમાં સિદાતા-ઉત્સાહ ભંગ થતા શિષ્યોને તે ઉત્સાહિત કરે છે, ચારિત્રમાં સ્થિર કરે છે. ગણવચ્છેદક ગચ્છને સમુદાયને વસ્ત્ર પાત્રાદિની બધી સગવડ કરી આપે છે. આ સર્વ
વિરક૯પમાં હોય છે. સાધ્વીઓમાં પણ મુખ્ય આગેવાનને પ્રવર્તની કહે છે. તેની નીશ્રાએ બીજી બધી સાધ્વીઓ તેની આજ્ઞામાં રહે છે આ પ્રવર્તની સૂત્રાર્થની જાણકાર હોય છે. જ્ઞાન અને ઉમરમાં પણ વૃધ્ધ-ઠરેલ હોય છે, બધી સાધ્વીઓને યથા ગ્ય પણે સાધ્વીના માર્ગમાં પ્રવર્તાવે છે, સૂત્રાર્થ ભણાવે છે, ચારિત્રમાં અસ્થિરને સ્થિર કરે છે, એને મહત્તાપણું કહે છે. આ સ્થવિર ક૯૫માં રજોહરણ અને મુહપતિ એ બને તે અવશ્ય હોય છે, ઉપરાંતમાં વસ્ત્રો રાખવામાં આવે છે, એક ગરમ ઉનનું વસ્ત્ર, બે સુતરનાં ઓઢવાનાં વસ્ત્રો, એક ચલપટ્ટનીચે પહેરવાનું, સંથારો પાથરવાનું સુવા માટે, અને તેના ઉપર પાથરવાને ઉત્તર પટ્ટો, આટલાં વસ્ત્રો તેઓ ઓછામાં ઓછાં રાખે છે. ખાવાને માટે પાત્ર રાખવામાં આવે છે, અને. પાત્ર રાખવાને ઝેળી પ્રમુખ પાત્ર ઉપયેગી ઉપકરણે હેય છે, આ સિવાય જરૂર પડતાં પુસ્તકે ગૃહસ્થો પાસેથી તે