________________
१४८
'
સ્થિતિ સમજી ગૃત થઇ સાધુ જીવન સ્વીકાર્યું, આજ પ્રમાણે કાઈ વાદળાંને વિખરાઇ જતાં બ્રેઇને, કાઇ સૂર્ય ચંદ્રને થયેલ રાહુનું ગ્રહણ જોઈને તા કાઈ થાયાજ વખતમાં નવપલ્લવિત મામ્ર વૃક્ષને હુંઠા જેવું નામ શેષ રહેલું જોઇને એષ પામ્યા, જાગૃત થયા. તે સર્વે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. આ પ્રત્યેકબુધ્ધીને જાતિ સ્મરણથી પૂ જન્મનું જ્ઞાન પણ ડાય છે, ઓછામાં ઓછુ અગીયાર અંગના જ્ઞાનથી લઈ દેશ પૂર્વમાં કાંઇક ન્યૂન એટલું શ્રુત જ્ઞાન હેાય છે. આ સર્વ પૂર્વ જન્મમાં ભળેલું જ્ઞાન હાય છે અને એવા પૂર્વના અભ્યાસને લઈનેજ તે એકાદ આવા ગંભીર બનાવને જોઈને એકદમ જાગૃત થઈ જાય છે, નહિંતર તેથી પણ વિશેષ અનેક બનાવા નજરે જોવા છતાં, નથી ઉપજતા વૈરાગ્ય કે નથી થતું જાતિ સ્મરણ જ્ઞાન. આવા પ્રત્યેક યુદ્ધને દેવા-શાસન દેવા સાધુના વેશ આપે છે. રજોહરણ અને મુહપત્તિ એ વસ્તુ સાધુના ચિન્હ તરીકે તેમની પાસે હાય છે. કેાઈ વખતે આ સાધુનું ચિન્હ પણ તેમની પાસે હાતું નથી, છતાં તેનું વર્તન બહુજ વિશુદ્ધ અને આત્મ જાગૃતિથી ભરપૂર હાય છે. આ પ્રત્યેક બુધ્ધા ગચ્છસમુદાયમાં રહેતા નથી પણ એકાકી વિચરે છે અને અહર્નિશ આત્મધ્યાનમાં તત્પર રહે છે.
ઉપર પ્રમાણે ચાર પ્રકારના સાધુએ. આાચાર ભેદને લીધે બતાવવામાં આવ્યા છે તે બધાની તૈયાતિ તીર્થંકર