________________
૧૬૧ સંમેહ આદિમાં ભેજવાળી હોવાથી-રાગદ્વેષ સમતા આદિમાં તરતમતા યાને વિવિધતાવાળી હોવાથી તેનાં ફળમાં પણ તરતમતાવાળી વિવિધતા અનુભવવામાં આવે છે. તે - દરેક મનુષ્યના અભિપ્રાય બુદ્ધિ જ્ઞાન અને અસંમેહ રૂપે ત્રણ પ્રકારના હોય છે. તેના ભેદને લઈને મનુષ્યોનાં બધાં કર્મોમાં ભેદ પડે છે. ઈન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિ કહેવાય છે. આગમના આશ્રયવાળું જ્ઞાન કહેવાય છે અને આત્મજાગૃતિવાળું અનુષ્ઠાન સહિત જ્ઞાન તે અસંમોહ કહેવાય છે.
જે મનુષ્ય ઈન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિ પૂર્વક જેટલાં કર્મકાંડ-અનુષ્ઠાન કરે છે તેને વિપાક વિરસ-ખરાબ આવતો હોવાથી તે કર્મો સંસાર ફળને આપે છે. તેનાં તેજ ક પણ જ્ઞાન પૂર્વક કરવામાં આવે તે કાળાંતરે મેક્ષનાં હિતુરૂપ થાય છે, કેમકે તે અનુષ્ઠાનમાં શ્રુતજ્ઞાનની શક્તિ દાખલ થાય છે તેથી તેનું ભાવી પરિણામ સુખરૂપ આવે છે. ત્રીજી અસંહરૂપ જે કાર્ય કરાય છે તે અત્યંત શુદ્ધ હોવાથી પ્રભુના માર્ગના પ્રવાસીને મેક્ષ સુખ દેવાવાળું થાય છે.
કર્મથી ઉત્પન્ન થતા સુખ દુખાદિ ભાવમાં જેનું મન રાગદ્વેષાદિ પરિણામે પરિણમતું નથી પણ શાંત અને પ્રવૃત્તિ વિનાનું રહી શકે છે, તેવા ભાવ તથા ભેગથી વિરકતાઓ મેક્ષ માર્ગને ખરેખરા અધિકારી છે. દા ને લીધે જુદી જુદી ભૂમિકામાં જુદી જુદી અવસ્થાને લીધે
૧૧