________________
૧૭. મવું તે છે, આ પદની પ્રાપ્તિનો માર્ગ છે સમ્યફ ચારિત્ર છે. જ્ઞાનથી વસ્તુને બોધકર્તવ્યનું ભાન થયા પછી દર્શન દ્વારા તે બાબતમાં દૃઢ શ્રધ્ધાન આવ્યા પછી તે પ્રમાણે વર્તન કરવું અને નિશાન વાળું સાધ્ય પ્રાપ્ત કરવું એ સમ્યફ ચારિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, ચારિત્ર એટલે વર્તન, ચારિત્ર એટલે આઠ કર્મને જે સંચય થયેલ છે, તેને કાઢી નાખવો તે. તેનું ફળ આત્માના શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવી, આત્માની દબાયેલી અનંત શક્તિઓને પ્રગટ કરવી તે છે. ચારિત્ર ગ્રહણ કરનાર ને ઉત્સાહ અને શારીરિક તથા માનસીક બળના પ્રમાણમાં ચારિત્રના અનેક ભેદ છે, તે અપેક્ષાએ સ્થવિરકલ્પી, જિન કલ્પી, સ્વયં બુધ અને પ્રત્યેક બુદ્ધ એમ ચાર પ્રકારના ચારિત્ર ધારણ કરનાર છાના ભેદ છે.
કોઈ પણ જીવની હિંસા પિોતે કરવી નહિં, બીજા પાસે કરાવવી નહિં અને હિંસા કરનારને અનુમોદન આપવું નહિં. આ હિંસા મન વચન અને શરીર વડે કરવી નહિ, કરાવવી નહીં અને કરનારની અનુમોદના કરવી નહિં એમ નવભેદે પ્રથમ મહાવ્રત પાલન કરવું.
બીજા મહાવ્રતમાં મન વચન શરીર વડે અસત્ય બેલવું નહિં, બીજા પાસે અસત્ય બેલાવવું નહિં અને અસત્ય બેલનારાને અનુમોદન આપવું નહિં એ પ્રમાણે બી જુ મહાવ્રત પાલન કરવું.
,
|