________________
૧૩૫ પ્રકરણ આઠમું
ચારિત્ર અધિકાર. આ સાત અથવા પુન્ય પાપને જુદાં ગણવામાં આવે તે નવ તત્ત્વ થાય છે. આ તત્વના જ્ઞાનથી જાણવા, ગ્રહણ, કરવા અને ત્યાગ કરવા ગ્ય વસ્તુ તત્ત્વનો નિશ્ચય થાય છે કે, જીવ અને અજીવ જાણવા યોગ્ય છે. આશ્રવ અને બંધ ત્યાગ કરવા યોગ્ય છે અને સંવર નિર્જરા તથા મેક્ષ ગ્રહણ કરવા ગ્ય છે. આ બધું નિશ્ચય કર્યા પછી આ વતાં કર્મો કેવી રીતે અટકાવવાં અને પૂર્વનાં કર્મો કેવી રીતે કાઢી નાખવા તે માટે પ્રયત્ન કરે એ બાકી રહે છે. તેને માટે ચારિત્ર ગ્રહણ કરવાની જરૂર છે એટલે આ અધિકારમાં ચારિત્ર સંબંધી હકીક્ત આપવામાં આવશે. દેશ કાળને વિચાર કરી, પિતાની સબળતા કે નિર્બળતા તપાસી, પોતાની શક્તિને કોઈ પણ રીત ન છુપાવતાં આત્માથિ જીવાએ ચારિત્રના માર્ગમાં પુરૂષાર્થ કરે. - ઈચ્છા ઘણી પ્રબળ હોવા છતાં, જે શરીર દ્વારા સ્થિતા અને પુરૂષાર્થ કરવાનો છે, તે શરીરના પ્રમાણમાં થઈ શકે છે. મનુષ્ય ઘણે બળવાન હોય છતાં તેને વાપરવાનાં–કામ કરવાનાં હથીયારો મજબુત અને ટકાઉ ન હોય તે તેને પુરૂષાર્થ એટલે ઉપયોગી થતું નથી. અર્થાત્ હથીયારના પ્રમાણમાં પુરૂષાર્થ થઈ શકે છે. હથીચાર નબળાં હોય અને જે વધારે વાપરવામાં આવે તે