________________
મોક્ષમાં હતાં નથી પણ આત્મા શુદ્ધ સ્વભાવ રૂ૫ જ્ઞાનની હૈયાતિ તે મેક્ષમાં હોય છે. તે જ્ઞાન ન હોય તે આ માપણું નજ હોય. - પ્રયત્ન વિના મુકત ન થવાય. - જેમ કેદખાનામાં પડેલે અપરાધી મનુષ્ય પુરૂષાર્થ રૂપ ઉપાય કર્યા વિના મુક્ત થતું નથી તેમ વિવિધ પ્રકાર રના જડ ચેતન્યના, બંધ મેક્ષના જ્ઞાનને જાણવા છતાં તેના નિવારણ માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તન કરવા રૂપ ઉપાય કર્યા વિના કર્મથી બંધાયેલે આત્મા મુક્ત થઈ શક્તો નથી. પણ જે મનુષ્ય આત્મા અને કર્મના ભિન્ન ભિન્ન લક્ષણે વડે બન્નેના ભેદને સમજીને શુદ્ધ આત્મતવમાં સ્થિરતા કરવા રૂપ સદ્દઉપાય કરે છે તે આત્મા કર્મોથી મુક્ત થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ કરી બતાવી કે કર્મોથી મુક્ત થવાને ઉપાય કેવલ જ્ઞાન જ નથી પણ તે જ્ઞાનની સાથે આત્મા સ્વરૂપે-આત્માકારે પરિણમી રહેવા રૂ૫ કિયા કે જે બંધનથી મુક્ત થવાને ઉત્તમત્તમ ઉપાય છે તે પણ સાથે કરવાની જરૂર છે. - સોનું એક જાતનું હેવા છતાં જેમ વ્યવહારી લેકે તેને
શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ બે પ્રકારનું કહે છે કે આ સોનું શુદ્ધ છે, આનું અશુદ્ધ છે. તેમ આત્મા તે તેને તે એક હવા છતાં આ શુદ્ધ આત્મા છે, આ અશુદ્ધ આત્મા છે. એમ શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ આત્માને બે પ્રકારને લેકે કહે છે.