________________
૧૨૫
નથી. કારણને નાશ થવા પછી કઈ પણ સ્થળે કાર્ય ઉત્પન્ન થતું નથી.
કઈ સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રકૃતિને ધર્મ માને છે, તેને ઉદેશીને જણાવવામાં આવે છે કે બુદ્ધિમાને! જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ નથી, કેમકે પ્રકૃતિ એ અચેતન છે. અચેતન પ્રકૃતિમાં કઈપણ સ્થળે કેઈપણકાળે જ્ઞાન રહેલું કેખાતું નથી. જ્ઞાન ચેતન રૂપે છે તે જડ પ્રકૃતિને વિકાર હોઈ શકે જ નહિ.
કે સંપ્રદાયવાળા મોક્ષમાં જ્ઞાન હેતું નથી પણ જ્ઞાન નાશ પામે છે એમ માનનારાઓએ વિચારવું જોઈએ કે સોનાને મેલ નાશ થવાથી કાંઈ સેનાપણને નાશ થતો નથી તેમ નિર્વાણ પામેલા આત્માના ઉપરથી પુન્ય પાપ રૂપ કર્મના આવરણે નાશ પામે છે પણ તેથી કાંઈ જ્ઞાનને નાશ થતો નથી. જે જ્ઞાનાદિ ગુણે મેક્ષમાં ગયેલ આત્મામાં ન હોય તે આત્માની વ્યવસ્થા રહી શકતી નથી. કેમકે વસ્તુનું લક્ષણ દૂર થતાં લક્ષ્ય કોઈપણ સ્થળે નિરાધાર રહી શકતું નથી. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે તે નાશ પામતાં લક્ષ્ય રૂ૫ આત્મા રહી શકે જ નહિં. માટે મેક્ષ અવસ્થામાં કર્મોની માફક જ્ઞાનગુણને નાશ થતો નથી. હા એટલી વાત ધ્યાનમાં છે કે પ્રકૃતિના વિકારવાળા રાગ દ્વેષથી મલિન જ્ઞાન જેને અજ્ઞાન રૂપે આગળ વર્ણવામાં આવ્યાં છે તે તથા ક્ષપશમ જન્ય જ્ઞાન એ