________________
૧૨૩ ક્ષય થતાં કેવલજ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ પ્રગટે છે. આ ચાર ગુણવાળી શક્તિ જેને પ્રગટ થાય છે તેને જ જીવનમુક્ત કહેવામાં આવે છે. આવી સ્થિતિએ પહોંચેલ આત્મા જીવતાં છતાં મુક્ત આત્માને આનંદ અનુભવે છે. તે દેહમાં રહેવા છતાં મુક્ત થવા બરાબર છે કેમકે આત્માની શક્તિને ઘાત કરનાર કર્મો નાશ પામેલાં હોવાથી તેને હવે તે કર્મો બંધનમાં નાખી શકતાં નથી. પાછળનાં વેદની, આયુષ્ય, નામ અને બેત્ર એ ચાર કર્મને અઘાતિ કર્મ કહે છે, તે કર્મો વિદ્યમાન હોય છે છતાં આત્માને વિશેષ નુકશાન કરવાની તાકાત તેમનામાં રહી નથી, જેમ સર્ષના મુખમાંથી ઝેરની કેથળી કાઢી લેવામાં આવ્યા પછી તે સર્પ, સર્ષના આકારે તે રહે છે પણ સર્ષપણાને ઝેરી ભાવ ભજવી શકતું નથી તેમ આ કર્મો પણ હવે નવીન કર્મના બંધન કરવાવાળા થતાં તેની હૈયાતિ જ્યાં સુખી હોય છે ત્યાં સુધી આ દેહને સર્વથા ત્યાગ આત્મા કરી શકતા નથી. તેમ છતાં આ સ્થિતિમાં તે કેવલજ્ઞાની મહાત્મા પિતાની અમેઘ દેશનાના બળે અનેક જીવોને આત્મભાવમાં જાગૃત કરી મોક્ષના માર્ગની સન્મુખ ચાલનારા–મોક્ષ માર્ગના પથિક બનાવે છે. તે ચાર કર્મો પૂર્ણ થતાં શુકલ ધ્યાનના ત્રીજા અને ચોથા ભેદ વડે આત્મ પ્રદેશથી કમરના બધા પ્રદેશને દૂર કરી પરમ શાંતિમય, સ્વસ્વભાવ રમણતા રૂપ મેક્ષ સ્થાનમાં