________________
૧૧૧.
અને આત્માની શાંતને મુકાબલે-સરખામણી કરી જેવી તેથી સંસારની અસારતા સમજાયા વિના રહેશે નહિં.
અંતરંગ લાગવાળા “હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર અને અસંતોષ રૂપ પાંચ પાપથી જીવ બંધાય છે તેજ પાપોને જે અંતરંગ લાગણીમાંથી બહાર કાઢવામાં આવે તે તે પાપો જીવને બાંધી શકતાં નથી.
જે પાસે હોય તે અપાય. જે મનુષ્ય જ્ઞાનની આરાધના કરે છે તેને જ્ઞાન જ્ઞાન આપે છે. જે અજ્ઞાનની આરાધના કરે છે તેને અજ્ઞાન અજ્ઞાન આપે છે. વાત ખરી છે કે જે પોતાની પાસે વિદ્યમાન-હૈયાત હોય તે જ અપાય છે.
જ્ઞાન અને શાનીમાં ભેદ નથી. જ્ઞાન અને જ્ઞાનીમાં ભેદ બીલકુલ નથી કેમકે જ્ઞાનને જાણવાથીજ જ્ઞાની કહેવાય છે. વ્યવહાર દષ્ટિએ જ્ઞાન ગુણને જ્ઞાની ગુણ–એમ ભેદ કહેવાય છે પણ તાત્વિક દષ્ટિએ વિચાર કરતાં જ્ઞાન તેજ જ્ઞાની છે અને જ્ઞાની તેજ જ્ઞાન છે. કેમકે ગુણ અને ગુણને અભેદ સંબંધ છે તે જુદાં પડતાં નથી, એટલે જ્ઞાનનું જ્ઞાન થતાં જ્ઞાની આત્માનું જ્ઞાન અવશ્ય થાય છે.