________________
૧૧૯
જાણું છે. આત્માનું સ્વરૂપ ચૈતન્ય છે, તે ચૈતન્ય જ્ઞાનમય છે, જ્યાં સુધી જ્ઞાનના સામર્થ્યને અટકાવનાર-પ્રતિમ ધકનું સામર્થ્ય પ્રમળ હોય છે, ત્યાં સુધી જ્ઞાન પેાતાના વિશ્વ દૃષ્ટાપણાના કાર્ય માં પ્રવૃત્તિ કરી શકતું નથી. આત્મામાં અનંત સામ છે, અનંત જ્ઞાન વિદ્યમાન છે છતાં તે કિતને અટકાવનાર જ્ઞાનાવરણાદિ કર્મીની હૈયાતિ હોય છે ત્યાં સુધી જ્ઞાન પેાતાનું વિશ્વજ્ઞાતા પણાનું સામર્થ્ય પ્રગટ કરી શકતું કે વાપરી શકતું નથી. જ્ઞાનાવરણુ દૂર થતાં આત્મા લેાકાલેાક પ્રકાશકપણાની પાતાની શકિત પ્રગટ કરી તેના અનુભવ લે છે.
જેમ અગ્નિના સ્વભાવને અટકાવનાર ચંદ્રકાન્તમણિ અથવા મંત્રાદ્ધિ પ્રતિમંધક રૂપ નહાય તા અગ્નિ ખાળવા ચેાગ્ય પદાર્થને ખાળવા સિવાય રહેતા નથી તેમ જ્ઞાનીને જ્ઞાનનું પ્રતિમધક જ્ઞાનાવરણુ કર્મ ન હોય તેા તે પેાતાની નાયક શક્તિથી રોયને-જાણવા યાગ્ય પદાર્થ ને જાણ્યા વિના અન્ન રહી શકતા નથી.
આત્મજ્ઞાનને દેશકાળાદિના પ્રતિમધ નથી.
જેમ સૂર્યને પ્રકાશમાં દેશ કાળ કે સ્વભાવ પ્રતિબં’*કરૂપ નથી તેમ આત્માને પણ દૂર પ્રદેશ આદિને પ્રતિબંધ નથી એ પ્રગટ અનુભવ સિદ્ધ છે.
મેરૂપ તએ. દેશ-ક્ષેત્રની અપેક્ષાએ દૂર પ્રદેશ છે.