________________
૧૫
નિરંતર પાપમાં પ્રવૃત્તિ કરશે પણ ધર્મમાં પ્રવૃત્તિ નહિં કરે, તેમ જ્ઞાન વડે વાસિત–ભાવિત થયેલ જીવ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરશે, અજ્ઞાનમાં પ્રવૃત્તિ નહિં કરે. જે આમ જ છે તે પછી આત્માની વિશુદ્ધિ કરવાની ઈચ્છાવાળા જીએ પિતાની બધી પ્રવૃત્તિ જ્ઞાનમયજ કરવી જોઈએ; શુદ્ધ કરેલું સુવર્ણ જેમ કેઈ પણ પ્રકારે ફરીને મલિન થતું નથી તેમ નિર્મળતાને પામેલે જ્ઞાની પછી અજ્ઞાનતાને સ્વીકાર કરતી નથી.
વિદ્વાનોને શીખામણ : એ વિદ્વાન! તમે એ અભ્યાસ કરે, એવું ધ્યાન કરે, એવું ભણો, એવી રીતે મનને સ્થિર કરો, એવી આરાધના કરે, એવું બીજાને પૂછો, એવું બીજા પાસેથી સાંભળે, એવું જાણે, એવું બીજાને કહા, એવી પ્રાર્થના કરે, એવું જોવો, એવું પ્રાપ્ત કરે, એવું વશીકરણ કરે અને એવું કોઈ પણ સ્પર્શે કે જેનાથી તમને નિરંતર કાયમને માટે આત્માની સ્થિરતા પ્રાપ્ત થાય.
આ પ્રમાણે પરદ્રવ્યના પ્રસંગને દૂર કરનાર યોગી, ઈન્દ્રિયેના સમૂહને અત્યંત ચપળ જાણીને, અંતર્મુખ દષ્ટિ કરી, નિર્મળ જ્ઞાનદશન ચારિત્ર સ્વભાવવાળા આમાનું ધ્યાન કરી, કર્મોની નિર્જરા કરી, નિત્ય તિસ્વરૂપ નિરૂપમ પદને પ્રાપ્ત થાય છે. -
ઈતિ નિર્જરા અધિકાર સમાપ્ત: