________________
૧૦
પરદ્રવ્યને પણ જાણવું જોઇએ, જે પરબ્યને જાણતા નથી તે આત્મદ્રવ્યને ગ્રહણ કરી શકતા નથી. ખરાબ પદાર્થોની હૈયાતિને લીધેજ સારા પદાર્થની કિંમત થઈ શકે છે. દુઃખ છે તે સુખની અધિકતા સમજાય છે. દુ:ખદાઇ પદાર્થો છે તેા જીવા સુખદાઇ પદાર્થની ઇચ્છા કરે છે. પરદ્રવ્ય અહિતકારી છે એમ જાણવા પછીજ આત્મા હિતકારી છે તે તરફ પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સુધી આ પરદ્રવ્યના સ્વરૂપને જીવ જાણી કે સમજી શકત્તા નથી ત્યાં સુધી આત્મદ્રવ્ય તરફ જીવ પ્રવૃત્તિ કરી શકતા નથી.
જગતના સ્વભાવ વિચારે.
પરદ્રવ્યથી વિરક્ત થવા અને સ્વતત્ત્વ તરફ પ્રેમ રાખવા માટે તથા સર્વ કર્મોથી છુટા થવા અર્થે આ જગતના સ્વભાવને વિચાર કરવા યાગ્ય છે.
પદાર્થોની અનિત્યતા, જીવાની અશરણુતા, સંસારની વિવિધતા, કરેલ કર્મોનું જીવને એકલાને લેગવવાપણું, દેહ આત્માની ભિન્નતા, શરીરની અશુચિતા, કર્મીને આવવાના માર્ગો, કને આવતાં અટકાવવાના ઉપાય, આત્માથી કર્મને અલગ કરવાના પિરણામા વિગેરેના વિચાર કરવા, જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિષમતા, અને પાંચ ઇન્દ્રિયાના વિષયાના વિરસપણાના વિચાર કરવા. તે પછી આ સંસારના સુખનેા