________________
૧૦૭
નથી માટે શક્તિઅનુસારે સુખની માફક દુખદ પરીષહે સહન કરવાની ટેવ પાડવી ઈચ્છાનુસાર જાણી જોઈને ક્ષુધા સહન કરવી, તૃષા સહન કરવી, ટાઢ તાપ સહન કરવા, વસ્ત્રો ઓછાંથી ચલાવી લેવું રૂપવાન સ્ત્રીઓ દેખી મનને ડગવા ન દેવું, કોઈ આક્રોશ કરે તાડના તર્જના કરે નિંદા કરે તે સમભાવે ક્ષમાપૂર્વક સહન કરવી, કઈ પ્રશંસા કરે કઈ સારે સત્કાર કરે કે કઈ તિરસ્કાર કરે તે જરા પણ અભિમાન કે ગુસ્સો ને કરે, રેગ આવે તે શાંતિથી સહન કરે, ધારેલી કે જરૂરીયાતની વસ્તુ ન મળે તે તેના વિના ચલાવી લેવાની ટેવ પાડવી, રહેવા સુવાની જમીન ખાડા ખડીયાવાળી હોય કે બહુ હવાવાળી ન હોય તે પણ તેનાથી ચલાવી લેવાની. ટેવ પાડવી, સારી બુદ્ધિ હોય તે તેને અહંકાર ન કરે અને જ્ઞાન ન આવડે તે શક ન કરે પણ તેને માટે પુરૂષાર્થ કરે. આવી આવી બીજી પણ ઈષ્ટના અભાવવાળી કે અનિષ્ટના સંયોગવાળી સ્થિતિ આવી મળતાં સમભાવ રાખી આત્મભાન બરાબર ટકાવી રાખવા પ્રયત્ન કરે.
આગ્રહ ત્યાગ. કમની નિર્જરા કરવાની ઈચ્છાવાળા એ સુખ કે દુઃખમાં તેમજ બીજી બાબતમાં પણ આગ્રહ ન રાખે આગ્રહ રાખવાથી આધ્યાન થાય છે. આધ્યાનથી જીવ કર્મો કાઢવાને બદલે ઉલટે વધારે કર્મોને સંચય કરે છે.