________________
૩૩
વ્યવહારે જીવ કર્મને કર્તા છે. કારણ બે પ્રકારનાં છે, એક ઉપાદાને કારણે બીજું નિમિત્ત કારણ જેવું ઉપાદાન કારણ હોય તેવું જ કાર્ય થાય. કેમકે જ્યાં સુધી કાર્ય બન્યું રહે ત્યાં સુધી ઉપાદાને કારણે અભેદ ભાવે તેની સાથે જ રહે છે. ઉપાદાન એટલે મૂળ કારણ જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે. માટીનાં જેટલાં કાર્યો થશે-ઘડા, માટલાં, હાંડલા, તાવડી, કથરોટ, કુંડાં વિગેરે-તે સર્વમાં તમને માટીજ માટી દેખાશે, તે કુટી જશે તે પણ માટી જ રહેવાની, આ ઉપાદાન કારણ કહેવાય છે. હવે ઘડે બનાવવામાં નિમિત્ત કારણ કુંભાર, ચાકડ-ચક્ર, દેરી વિગેરે છે પણ તેઓની હૈયાતિ આ માટીના ઘાટ બન્યા રહે ત્યાં સુધી રહે કે ન પણ રહે, કેમકેનિમિત્ત કારણ કાર્ય થયા પછી નાશ પામે તેપણુ કાર્યોએ નાશ પામવું જ જોઈએ એ કાંઈ નિયમ નથી. આનું નામ નિમિત્ત કારણું છે. ઉપાદાન કારણમાં તે એ નિયમજ છે કે કાર્યના આએ અણુમાં ઉપાદાને કારણે અભેદ રૂપે વ્યાપક થઈ રહેવું જ જોઈએ. આમ હેય તેજ ઉપાદાન કારણ થઈ શકે છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. કર્મનું ઉપાદાન કારણ આત્મા નથી પણ નિમિત્ત કારણ છે. જે કર્મનું ઉપાદાન કારણ આત્માને માનવામાં આવે તે આત્મા ચૈતન્ય છે અને કર્મ જડ છે, છતાં તેનું ઉપાદાન કારણ આત્મા માનીએ