________________
તેમ તેની ઉત્પત્તિ પણ થતી નથી. આત્માના પર્યાયામાં શૈણુ મુખ્યતા બને છે પણ સર્વથા ઉત્પત્તિ કે સર્વથા નાશ બનતું નથી એ કહેવાનો આશય છે.
- શરીર, ઈન્દ્રિયો, દ્રવ્ય, વિષય, વૈભવ, સ્વામી, સેવક એ સર્વ મારાં છે તેમ વ્યવહારે કહેવાય છે પણ તત્ત્વથી કહેવાય નહિં, જે તત્વથી–નિશ્ચયથી તે શરીરાદિ જીવના હોય તો તે આત્માથી જુદાં હવા ન જોઈએ, તેમજ શરીરદિમાં અને આત્મામાં ભેદ હો પણ ન જોઈએ. આ ભેદ તે પ્રત્યક્ષ દેખાય છે માટે શરીરાદિ આત્માનાં નથી એ તાત્વિક દષ્ટિ છે.
આ પ્રમાણે જેઓ સ્વપર દ્રવ્યને જાણીને સ્વદ્રવ્યને સ્વપણે અને પારદ્રવ્યને પરપણે સદા માને છે તે આત્મતત્વમાં રક્ત થયેલે યોગી સંવર કરે છે, અર્થાત આવતાં કર્મને અટકાવી શકે છે. દ્રવ્યપર્યાયની અપેક્ષાએ ફલના જોક્તાની વિવિધતા. " એક છવ કાંઇક શુભ કે અશુભ કર્મ કરે છે અને તેનું ફળ બીજે ભેગવે છે એમ બનતું નથી. જે જીવ શુભાશુભ કર્મ કરે છે તેજ જીવ તેનું ફળ ભેગવે છે. આ અને વાતે અપેક્ષાએ સાચી છે. તે અપેક્ષા આ પ્રમાણે છે. એક મનુષ્ય મનુષ્ય શરીરના પર્યાયરૂપે રહીને પુન્ય કરે છે અને દેવના પર્યાય રૂપે રહીને તેનું ફળ દેવ ભગવે છે. અહીં પર્યાયની મુખ્યતા છે. આત્મ દ્રવ્યની અપેક્ષાએ