________________
મેક્ષમાં ખાસ અગત્યનું મુખ્ય કારણ નથી. મોક્ષમાં જતાં જેને ત્યાગ કરવામાં આવે છે. અર્થાત મોક્ષમાં જે સાથે જઈ શકતું નથી તે મુક્તિનું મુખ્ય કારણ ન કહેવાય અને તેનાથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. ભિન્ન કારણ હવા છતાં જે સાધુ વેષને મેક્ષ પ્રાપ્તિમાં કારણ માનવામાં આવે તે આત્માથી ભિન્ન કર્મને પણ મોક્ષ પ્રાપ્તિમાં કારણ માનતાં કેણ અટકાવી શકશે? માટે સાધુ વેષ રૂપ લિંગ મેક્ષમાં કારણ નથી.
વ્યવહારમાં સાધુને વેષ અને શરીર એ મોક્ષમાં નિમિત્ત કારણ છે પણ નિશ્ચયથી શરીર કે વેષ મેક્ષમાં કારણ નથી. જેની સાથે અભેદ સંબંધ હોય તે મેક્ષમાં વિદ્યમાન રહે છે અને જ્ઞાન દર્શન ચારિત્રની માફક મેક્ષમાં કારણ પણ તજ ગણાય છે.
- સંવર માટે શું કરવું ?
સંવર કરવાના અર્થિ જીવોએ સંવરને માટે પિતાના આત્મામાં રહેલ સમ્યકૃજ્ઞાન દર્શન ચારિત્રની સેવા કરવી અને સર્વ ચેતન અચેતન વસ્તુને ત્યાગ કરવો. રાગદ્વેષ વિનાનું અને સમ્યફજ્ઞાન દર્શન ચારિત્રથી ભરપૂર એવું આત્મતત્ત્વ છે તેજ મુક્તિનો માર્ગ છે એવું જેઓ જાણે છે તેઓ તેના વિધિ પરિણામને ત્યાગ કરવા રૂપ સંવર તત્વને પામી શકે છે. આવતાં કર્મોને તેઓ અટકાવી શકે છે.
' ઈતિ સંવર અધિકાર સમાપ્ત: