________________
૧૦૩
નિર્જરી જાય છે આત્માથી અલગ થાય છે અને તેમ થતાં આત્મા ઉજવળ થાય છે.
શુદ્ધ આત્માની ઉપાસના કરે. શુદ્ધ નિર્મલ આત્માને મૂકીને મોક્ષને માટે જેઓ અન્ય અન્ય જડ સાધને સેવે છે! રાગ દ્વેષી દેવાની ઉપાસના કરે છે. મેહમાં ફસાયેલા ગુર્નાદિનું આલંબન લે છે તે મૂઢ–અજ્ઞાની મનુ ટાઢ દૂર કરવા માટે અગ્નિ એ ખરો ઉપાય છે તેને મૂકીને હિમની–બરફની ઉપાસના કરે તેના જેવું કરે છે. જેમ ટાઢ દૂર કરવાને ઉપાય ગરમી-અગ્નિ છે તેમ આત્માને નિર્મળ કરવાને ઉપાય શુદ્ધ આત્માની ઉપાસના-સેવા કરવી તે છે. આ સાચા ઉપાયને મૂકીને જેઓ ટાઢ દૂર કરવા જેમ રહીમની ઉપાસના કરે છે કે જે લાભદાયક તે નથી પણ ઉલટી હાની કર્તા છે તેમ શુદ્ધ આત્માને મૂકીને પરમશાંતિ મેળવવા વિષયેની સેવા કરવી તે લાભને બદલે વિશેષ હાની કર્તા છે. કર્મોથી છોડાવવાને બદલે ઉલટા વિશેષ પ્રકારે આત્માને બંધનમાં સપડાવે છે. આ જ પ્રમાણે રાગદ્વેષને ઉશ્કેરનારા કે પિષણ આપનારા દે અને ગુર્નાદિ પણ બંધનમાંથી છોડાવતા નથી પણ વિશેષ બંધનમાં ફસાવે છે, માટે મોક્ષને અર્થ શુદ્ધ આત્માની ઉપાસના કરવી તે રોગ્ય સાધન છે.