________________
- ૧૦૪ પરમાત્મા દેહમાં છે. આત્માજ એ પરમાત્મા થાય છે એટલે પરમાત્મા આપણ દેહની જ અંદર છે છતાં તે દેવને જેઓ બહાર બીજા
સ્થળે શોધે છે તેને માટે હું એમ માનું છું કે પિતાના ઘરમાં રંધાયેલું અન્ન તૈયાર હોવા છતાં તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય શિક્ષાને માટે બાહાર ભમે છે. - કર્મ સાથે બંધાયેલ છે ત્યાં સુધી તે સંસારી જીવ કહેવાય છે, કમ દૂર થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે તે જ પરમાત્મા છે. આ આશય ઉપર લક્ષ રાખીને શાસ્ત્રકાર જ્ઞાનીઓ કહે છે કે જેને માટે તમે બહાર શોધ ખળ કરે છે તે પરમાત્મા તમારા શરીરમાં જ રહેલ છે તેને નિર્મળ કરવાનું મૂકીને–પ્રગટ કરવાનું ભૂલીને બહાર તમે શા માટે ભમ્યા કરે છે ? તે પરમાત્મા તે તમારા આત્મામાંથી જ પ્રગટ થવાનું છે. બાહાર ક્યાંથી આવવાનો નથી.
કષાયથી જીવ બંધાય છે. ક્રોધાદિ કષામાંથી ઉત્પન્ન થતા કમરૂપ દેચ્છાઓ વડે છવ બંધાય છે, તેજ બંધને કષા શાંત થતાં સહજ વારમાં તુટી જાય છે. કર્મના બંધનમાં બંધાવાનું કારણ કષાય છે, તેને દૂર કરવા પુરૂષાર્થ કરવાની જરૂર છે.