________________
e
નિર્જરા અધિકાર. પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મનો થડે કે ઝાઝે ભાગે ક્ષય કરે, આત્મ પ્રદેશથી તે કર્મોને અલગ કરવાં તેને નિજ રા કહે છે. આ નિર્જરાના બે ભેદ છે. એક અકામ નિર્જરા અને બીજી સકામ નિર્જર. કર્મની સ્થિતિ પરિપકવ થવાથી –પૂર્ણ થઈ જવાથી જે કર્મો ઉદય આવીને પિતાની મેળે ખરી પડે છે તે અકામ નિર્જરા છે. આ નિર્જરા દરેક નાના મોટા સંસારી જીવોને દર ક્ષણે થયા કરે છે. બીજી સકામ નિર્જરા છે તે કર્મની સ્થિતિ પૂરી થઈ હોય કે ન હોય છતાં તપ જપ ધ્યાનાદિ કરીને તે કર્મની સ્થિતિ જે સત્તામાં છે તેને ઉદીરણા કરીને ઉદયમાં લાવીને ભેગવી લેવી–પુરી કરી દેવી તેને કહે છે. જે કર્મો લાંબા વખતે ઉદયમાં આવવાનાં હતાં તેને કર્મની અવધિ પૂરી થયા પહેલાં, પુરૂષાર્થ કરીને નજીકમાં ઉદયમાં લાવીને ભેળવીને કાઢી નાખવા તે સકામ નિર્જરા છે. સંવર થયા પછી આ સકામ નિર્જરા આવે છે તે મોક્ષ પ્રાપ્તિમાં મુખ્ય સાધન છે. અકામ નિજેરાને સવિપાક નિર્જરા પણ કહે છે અને સકામ નિર્જરાને કેઈ અવિપાક નિર્જરા પણ કહે છે.
અકામ નિજેરામાં જે કર્મો પાકી ગયાં છે, ફલ દેવાને સન્મુખ થયાં છે બહાર આવ્યાં છે-જે કર્મની સ્થિતિ પૂર્ણ થઈ છે તે કર્મને જ ક્ષય થાય છે. સકામ નિજારામાં તે