________________
છે, ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્રહ કરવાથી -આત્માના જ્ઞાન દર્શન ચારિત્રગુણમાં જોડી દેવાથી કર્મની નિર્જરા થાય છે.
બાહ્ય પરિગ્રહ ધન ધાન્ય સ્ત્રી પુત્રાદિ, અત્યંતર પરિગ્રહ રાગદ્વેષાદિ આ બન્ને પ્રકારની ગ્રંથીને ત્યાગ કરનાર, લેકાચારથી પરાક્ષુખ થનાર–લેટાચારની દરકાર ન કરનાર, ઈન્દ્રિયોને વશ કરનાર અને મનને સંકલ્પ વિકલ્પના વ્યાપાર રહિત બનાવનાર મનુષ્ય સર્વ કમેને ધોઈ નાખે છે.
શુભ અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારના ભાવલાગણીઓ છે, તેમાંથી જે મનુષ્ય પ્રથમની શુભાશુભ બે લાગણીઓને ત્યાગ કરી છેલ્લી શુદ્ધ લાગણું ધારણ કરે તેનાં કર્મ ક્ષય થાય છે. શુભ ભાવથી પુન્યબંધ, અશુભ ભાવથી–પરિણામથી પાપનો બંધ એને વિશુદ્ધ પરિણામથી નિર્મળતા થાય છે. જેઓનાં પરિણામ શુભાશુભ હોય છે તે પુન્ય પાપ ઉપાર્જન કરી ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, પણ વિશુદ્ધ ભાવથી કર્મની નિજ રા કરી મેક્ષ પ્રાપ્ત કરે છે. - શુદ્ધ આત્મતત્વને જાણ્યા વિના બાહ્ય તપ કરવાથી કે અત્યંતર તપ કરવાથી કર્મની નિર્જરા થતી નથી. શુદ્ધ આત્મતત્વને જાણ્યા પછી જ બાહ્ય કે અત્યંતર તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. તેજ તપ જે અજ્ઞાન પૂર્વક કરવામાં આવે તે પુન્ય કર્મ બંધ થાય છે, તપ કરનારાઓએ