________________
પ્રતિક્રમણથી સંવર, જેમ ભક્તિ પૂર્વક સામયિક, ચિત્ય સ્તવ, ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાર્ગ અને ખાણમાં વસે છે તેમને સર થાય છે. આત્મતવમાં સ્થિર થઈને સર્વ દ્રવ્યના સમૂહમાંથી–સર્વ પદાર્થોમાંથી શગદ્વેષને ત્યાગ કરે છે તે સમભાવની સ્થિતિને સામાયિક કહે છે. સમય એટલે આત્મા તે આત્મામાં રહેવું તે સામાયિક. તે અવસ્થામાં રાગદ્વેષ ન હોવાથી સંવર થાય છે. આવતાં કર્મ અટકાવવા તે સંધર છે. આ સંવરની સાથે કર્મની નિજ રાપણ હોય છે, છતાં અહી સંવરની મુખ્યતા છે. ૧
જ્ઞાન દર્શન ચરિત્રરૂપ રત્નત્રય સ્વરૂપ-શુદ્ધ ચૈતન્યમય-કર્મ ઉપાધિથી રહિત આત્માની જેઓ નિરંતર સ્તુતિ કરે છે તેને જ્ઞાની સ્તુતિ કહે છે. કેઈપણ દેહની સ્તુતિ નહિં પણ વિશુદ્ધ આત્માની સ્તુતિ–પ્રશંસા કરવી તે વાસ્તવિક સ્તુતિ છે, તેનાથી કર્મનું આગમન રોકાય છે.
વીશ તીર્થંકરની સ્તુતિ કરવી તેને ચતુર્વિશતિસ્તવ કહે છે. તે સ્તુતિમાં અમુક તીર્થકર વિશેષની સ્તુતિ છે ત્યારે, શુદ્ધ આત્માની સ્તુતિ કરવી તે પવિત્રાત્માની સામાન્ય સ્તુતિ છે. બન્ને કરવા યોગ્ય છે. ૨
પવિત્ર જ્ઞાન દશન ચારિત્રમય ઉત્તમ આમાને વંદના-નમસ્કાર મન વચન કાયા વડે કરે તેને જના
છે
?
.