________________
જે મનુષ્ય શરીરને અચેતન, કર્મથી બનાવાયેલું અને અંતે વિનાશ પામનારૂં છે એમ જાણીને શરીરના કાર્યને બહુ મહત્ત્વ આપતો નથી, તેમજ શરીરના કાર્યમાં પ્રવૃત્તિ કરતું નથી તે મનુષ્ય કાત્સગ કરી શકે છે. તે કાયસગના વખતમાં કોઈપણ પ્રકારે શરીર ઉપર મમવ રાખતા નથી, શરીરને સ્થિર રાખે છે અને ધર્મધ્યાનમાં આત્મ જાગૃત રહી પ્રવૃત્તિ કરે છે તેને કાર્યોત્સર્ગ કહે છે. કાયાને ઉત્સર્ગ એટલે ત્યાગ, કાયામાંથી ઉપગ ખેંચી લઈ આત્મામાં ઉપગ રાખો-આત્માકારે ઉપગ પરિણમાવ તે કાર્યોત્સર્ગ છે. ૫
કર્મથી આત્માને ભિન્ન જેનાર મનુષ્ય જ્યારે ભવિષ્યમાં થનારા બંધનના નિમિત્ત રૂ૫ રાગદ્વેષાદિ ભાવેને ત્યાગ કરે છે તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, જે જે લાગણીઓથી–પરિણામોથી ભવ ભ્રમણ કરાવનાર કર્મો આવે છે તે તે ભાવને-લાગણીઓને ત્યાગ . કરો તે પ્રત્યાખ્યાન છે. ૬ - જે ચગી આલશને ત્યાગ કરી, આત્મ તત્વમાં લક્ષ રાખીને આ છ આવશ્યક કરે છે તેનાં કમેને સંવર થાય છે. મિથ્યા જ્ઞાનનો ત્યાગ કરનાર, આત્મ અનાત્મનો વિવેક કરી સમ્યકજ્ઞાનમાં લીન થાય છે તેજ આવતાં કમેનો વિરોધ કરી શકે છે.' .