________________
૫૩
કારણે છે–આશ્રવ છે. સુખ આત્મામાં છે. સુખનાં કારણે પણ આત્માના પરિણામ છે. શુભ પરિણામે જીવ પુન્ય ઉત્પન્ન કરે છે. જુઓ કે આ પુન્ય પણ આશ્રવ છે. કર્મ છે, છતાં વ્યવહારિક સુખનું મૂળ કારણ આ પુન્યવાળાં શુભ પુગલે છે, તે હોય તે જ સ્ત્રી, પુત્ર, પતિ, ધન, લાજ, આબરૂ, કુટુંબ વિગેરે સુખનાં કારણે થાય અને તે પુન્ય ન હોય તે જે પિતાની પાસે અનુકૂળ સંગ હોય તે ચાલ્યા જાય અથવા પ્રતિકૂળપણે પરિણમે, સુખને બદલે દુઃખદાઈ થાય. તે વસ્તુ બની રહે તે પણ પાપના ઉદયે તેને અશાંતિનું જ કારણ થાય. આમ બધું પ્રત્યક્ષ અનુભવાય-સમજાય તેવી વાત છે છતાં જીવ આ વાતને સમજતો કે તે પ્રમાણે જરૂરીયાતો માટે પ્રયત્ન કરતે નથી તે પછી એ પુન્ય પણ પરદ્રવ્ય છે, એ પણ દશે દેનાર છે, નાશ પામે તેવું છે, તેને પણ ત્યાગ કરી કઈ દિવસ નાશ ન પામે તેવું સ્થાયી પરિણામે સદા શાંતિ આપનાર આત્મિક સુખ તેજ સાચું સુખ છે, તે સમજવા કે મેળવવા સર્વ પદ્રવ્યને ત્યાગ કરવા આ જીવ કેમ તૈયાર થઈ શકશે? અર્થાત્ વ્યવહારમાં પરદ્રવ્ય સુખદુઃખમાં નિમિત્ત કારણ છે પણ ખરી રીતે તે પિતાની લાગણીઓ સુખદુ:ખમાં કારણરૂપ છે તેને જ સુધારવાની જરૂર છે. એવા શુભાશુભ પરિણામે આત્માએ પરિણમવુંજ બંધ કરવું જોઈએ, તેથી જ આવતા આશ્રવ બંધ થાય તેમ છે. આ