________________
છે. ઉદય આવેલ કર્મ જ્ઞાનીને સુખ કે દુઃખ આપે છે ત્યારે તે જ્ઞાની એમ સમજે છે અને એમ માને પણ છે કે આ સુખ દુખ કર્મમાંથી આવે છે. અને તેના માલીકને સુખ દુઃખ આપવાં તે કમને સ્વભાવ છે. હું શરીર નથી પણ આત્મા છું. સુખ દુખ શરીર તથા મનને અસર કરનારાં છે, મને નહિં.” અજ્ઞાની જીવ શરીરને પિતાનું માને છે તેથી જ્યારે કર્મ ઉદય આવી સુખ દુઃખ આપે છે ત્યારે તે સુખી તથા દુઃખી થવા લાગે છે. જ્ઞાનીને રાગદ્વેષાદિવાળાં પરિણામ ન હોવાથી કર્મબંધ થતું નથી, અજ્ઞાની અજ્ઞાનને લીધે ઉદય આવેલ સુખ દુઃખને નિમિત્તે કષાયાદિવાળી પરિણામ કરતો હોવાથી કર્મબંધ કરે છે.
કર્મથી પ્રાપ્ત થતી ગતિ,
કષાયવાળાં પરિણામથી કર્મ ગ્રહણ કરે છે તે કર્મના બળથી સુગતિ કે દુર્ગતિમાં જાય છે. સુખની અપેક્ષાએ દેવની ગતિ સુગતિ કહેવાય છે. જુઓ કે તે દેવગતિમાં પણ કેટલાક હલકા દેવની સ્થીતિને મુગતિ કહેવામાં આવે છે.મેક્ષમાર્ગ આરાધવાનાં અનુકૂળ સાધને મનુષ્ય ગતિમાં હેવાથી મનુષ્યની ગતિ સુગતિ કહે વાય છે. તિર્યંચ તથા નરકની ગતિ તે કુગતિ છે. તેમાં ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેમ અજ્ઞાન તથા દુઃખની અધિકતા છે. તિર્યંચગતિમાં કેટલાક કારણને પામીને ધર્મની પ્રાપ્તિ થાય છે, પણ તેની સંખ્યા અલ્પ હોય છે. સુગતિ કે દુર્ગતિ પામીને જીવ ત્યાં નવીન શરીર ગ્રહણ કરે છે, તે