________________
ઉ૫
જીવને લઈ જનારા છે. આ પરિણામેને ત્યાગ કરનારાજ કર્મમળ રહિત થઈ શુદ્ધ આત્માને પ્રગટ કરી મેલામાં થાય છે. - વિષય સુખથી પાછા હઠવાની આત્મ કલ્યાણ કરવાની ઈચ્છાવાળાઓને ઘણું જરૂર છે, કેમકે વિષય વાસનાથી ચિત્તમાં ચંચળતા ઉત્પન્ન થાય છે. જ્યારે પરિણામની નિશ્ચળતા થાય છે ત્યારે આત્મ સ્વરૂપમાં સ્થિરતા થાય છે, જ્યાં સુધી આત્મામાં નિશ્ચળતા થતી નથી ત્યાં સુધી વાર: વાર જન્મ મરણ આપનાર પુન્ય પાપની કર્તવ્ય પણુની બુદ્ધિને આ જીવ ત્યાગ કરી શકતું નથી, જ્યાં સુધી પુન્ય પાપને ત્યાગ કરાતા નથી ત્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે અને જ્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે ત્યાં સુધી મહાન, શાંતિ દાયક મોક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે મોક્ષની ઈચ્છા વાળા એ વિષય તરફની પ્રવૃત્તિ પ્રથમ બંધ કરવી. અને આત્મસ્વરૂપમાં સ્થિર થવું.
- ઈતિ બંધ અધિકાર સમાપ્ત
સંવર અધિકાર . કર્મોને આવવાના માગાને રેકવા તે સંવર કહેવાય છે. આ સંવરના બે ભેદ છે એક દ્રવ્ય સંવર બીજે લાવ. સંવર. ક્રોધાદિ કષાયોને શેકવા-ઉત્પન્ન થવા ન દેવા તે.