________________
ભાવ સંવર છે, તે કષાયે રિકવાથી કષાય દ્વારા આવતા કર્મ આશ્રવનું જે કહું થાય છે તેને દ્રવ્ય સંવર કહે છે. કષાવાળી મન વચન શરીરની શુભ કે અશુભ પ્રવૃત્તિ કરવા વડે જે કર્મો આવે છે તે આશ્રવ છે. તે આશ્રવને રાકવા તે સંવર છે. ભાવ રૂ૫ કષાયોને રોકવા તે ભાવ સંવર છે, અને તે કષાયો રેકવાથી જે કર્મ દ્રવ્યનું આવવું બંધ થાય છે તે દ્રવ્ય સંવર છે. કષાયથી કર્મ આવે છે અને કર્મથી કષાયે ઉત્પન્ન થાય છે માટે કર્મ અને કષાય બન્નેને નાશ થવાથી આત્માની પૂર્ણ શુદ્ધિ પ્રગટે છે. કષાય તે ભાવ કર્મ છે અને કર્મ તે દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને આપસમાં બીજ અને વૃક્ષ જે અન્ય અન્ય ઉત્પન્ન કાને સંબંધ છે. વૃક્ષ પહેલું કે બીજ પહેલું ન કહી શકાતું મેથી, તેમ દ્રવ્ય કર્મ પહેલાં કે ભાવ કર્મ પહેલાં તે કહી શકાય તેવું નથી, છતાં વૃક્ષને નાશ થવાથી આગળ ઉપર તેની પરંપરા ચાલતી નથી તેમ કષાય અને કર્મને -નાશ થવાથી તેની આગળ વધતી પરંપરા નાશ પામે છે,
અને તેથી આત્માની પરમ વિશદ્ધિ પ્રગટ થાય છે. કષાયથી કલુષિત-મલીન થયેલ જીવ પર દ્રવ્ય-જડ માયામાં પ્રવૃત્તિ કરે છે. પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરતાં આત્મજ્ઞાન દબાય છે–આત્મ શક્તિને હાની પહેચે છે. આત્મબોધની હાની થાં સિમ્બાવની વૃદ્ધિ થાય છે, માટે કર્મ બંધના કારણ રૂપ કષાયને અવશ્ય ત્યાગ કરે.