________________
પર
બીજું કઈ મળી જાય તે જરૂર રાજાને ખેરીકોક્ત. માલુમ પડી આવે અને આ મુસદ્દો પુરૂષેની જાળને તે તેડી નાખે પણ એ પ્રસંગે રાજાને તેના જીવનમાં ભાગ્યે જ આવે છે, તેમ મોહ રાજાએ પણ આ મિથ્યાત્વ, અનેક પ્રકારની ઈચ્છાઓ, કોધાદિકષાયો અને મન વચન શરીર આદિ પોતાના માણસને આત્મદેવની-આત્મારૂપી મહારાજાની આસપાસ ગોઠવી દીધાં છે, જાળ બીછાવી છે અને એ જાળમાં આત્માને સપડાવ્યો છે. જે તેને એકલો મૂકવામાં આવે તે જરૂર ધર્મ રાજાના વિવેક, સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, ત્યાગ, વૈરાગ્ય, ઈચ્છા નિરાધ, સમિતિ, ગુપ્તિ આદિ સુભટો આવીને તેનાં બંધને તોડી નાખે અને દુખમાંથી મુક્ત કરે, આત્મભાન જાગૃત કરાવે અને તેની દબાઈ ગયેલી અનંત શક્તિઓ પ્રગટ કરાવે, પણ આ સદભાગ્યને દિવસ કયાંથી પ્રગટે કે એવા સમર્થ સદ્ગુરૂના શરણે જઈને કર્મના પાશથી આત્મા છુટ થવા પ્રયત્ન કરે.
જેમ પ્રજવલંત સૂર્યને મેઘમંડળ ઢાંકી દે છે તેમ જીવને મલીન કર્મો આચ્છાદિત કરે છે. કર્મ બે પ્રકારના છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મ, કર્મ સ્વરૂપે પરિણમેલ પુદ્ગલ પિંડ તે દ્રવ્યકમ. દ્રવ્યકર્મનાં ફળ તે ભાવકમ. જ્ઞાનાવરણ આદિ આઠ કમ તે દ્રવ્યક છે. અને રાગ દ્વેષ ક્રોધાદિ તે ભાવકમ છે. આ બંને પ્રકારના કર્મોથી જીવ ઢંકાયેલો છે, જેમ સરે-વરમાં નીક દ્વારા પાણી આવીને એવું જાય છે તેમ કષાય