________________
ડશ, હું બીજાને સુખી કે દુઃખી કરું છું, સુખી કે દુખી અમુકને મેં કર્યો, અથવા અમુકને સુખી કે દુઃખી કરીશ. આમ મારવા કે બચાવવાના નિમિત્ત પ્રસંગે તે જીવન પરિણામમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને આ રાગદ્વેષે કરીને દરેક ક્ષણે આ જીવ નવીન કર્મને બંધ કરતે રહે છે.
બીજાને હાથે જીવવાના, મરાવાના કે પીડાવાના અથવા બીજાને મદદ કરવાના, મારવાના, જીવાડવાના કે દુઃખી કરવાના વિચારો—કે બુદ્ધિ થવી તે જીવને કેવળ મેહથી ઉત્પન્ન થતી કલ્પનાઓ જ છે. અથવા તે મેહથી કપેલી છે તાત્વિક નથી.
ઉપકારીને ઉપકાર અનુભવતાં અથવા ઉપકાર કે -અપકારનો બદલે લેતાં દેતાં મેહને લઈને આ જીવ અનેક પ્રકારની મિથ્યા કલ્પનાઓ કર્યા કરે છે, પણું જ્યારે આ જીવને આત્મતત્વનું જ્ઞાન થાય છે, તેને મેહ. તેને લઈને દૂર થાય છે ત્યારે તે એમ પણે સમજવા લાગે છે કે “હું તે કેવળ ચિદાનંદ સ્વરૂપ છું. મારામાં કે બીજામાં રાગદ્વેષાદિ વિકારે જે ઉત્પન્ન થાય છે તે જ્ઞાનાવરણાદિ કને લઈને જ છે. અત્યાર સુધીની મારી વિવિધ કલ્પનાએ કેવળ તાત્વિક સ્વરૂપના અભાવને જ આભારી હતી, આવી જાગૃતિ આવતાં આત્મા પિતાના નિર્વિકલ્પ સ્વભાવના આનંદમાં સ્થિર થાય છે.
-