________________
૫૭
રતિ-અચારિત્રયા વિપરીત વર્તન કરાવનાર કર્મને આવવાના માર્ગ–કારણુ છે. અવિરતિ એટલે ઈચ્છાઓને કાબુમાં ન લેતાં ઇચ્છાનુસાર છુટી મુકવી. વ્રતાદિના નિયમે ઇચ્છાએ ઉપર અંકુશ મૂકે છે. વધારે ફેલાવા પામતી ઇચ્છાઓને અટકાવે છે. આવા વ્રતાદિ કરીને ઇચ્છાઓને નિયમમાં રાખવી નહિં તેને અવિરતિ કે મિથ્યાવર્ત્તન કહેવામાં આવે છે. આ અવિરતિ કના શુભાશુભ આશ્રવને આવવાનું કારણુ છે, સમ્યક્ ચારિત્ર-પાંચ મહાવ્રતાદિમાં પ્રવૃત્તિ ન કરનાર જીવ રાગદ્વેષને લઇને પરદ્રવ્યમાં શુભાશુભ ભાવ-પરિણામ કરે છે, તે વખતે તે જીવમાં મિથ્યાચારિત્ર-વિપરીતવન હાવાથી તેવા પરિણામ દ્વારા તે પુન્ય અથવા પાપ આશ્ર વને ગ્રહણ કરે છે, આ સ્થિતિમાં વતા આત્મામાં સમ્યક્ ચારિત્ર તે વખતે હાતું નથી. આ શુભાશુભ આશ્રવને લઈને તે જીવ નર્ક, તિર્ય ંચ, મનુષ્ય અને સ્વર્ગની ગતિમાં ઉસન્ન થાય છે અને ત્યાં કર્મ થી ઉપન્ન થતાં શારીરિક તથા માનસિક સુખ દુ:ખનો અનુભવ કરે છે. આ · વિષયેાથી ઉસન્ન થયેલું સુખ દેવગતિમાં મળે છે પણ તે તૃષ્ણા અને મનને સંતાપ દેવાવાળુ હાવાથી વસ્તુગતે તે દુ:ખજ છે. જે સુખ અનિત્ય, પીડાકારી, તૃષ્ણાને વધારનારૂં, ક મ ધનું કારણ, ઇન્દ્રિચેાથી ઉત્પન્ન થનારૂં અને પરાધિન છે, જ્ઞાનીએ તે સુખને દુ:ખજ કહે છે. આ વિશ્વમાં પાંચ ઇન્દ્રિયાના વિષયવાળાં જે જે સુખ છે તે બધાં દુઃખથી કાઇ પણ રીતે