________________
કર્મ પ્રકૃતિને ઉદય જ હોવાથી આ ભાવ પણ અચેતન પ્રકૃતિ જન્ય હોવાથી જડ ભાવ છે ચેતન ભાવ નથી.
દર્શન અને ચારિત્રમેહ ક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિચારિત્ર રૂપ આત્માની નિર્મળતા, જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સર્વથા ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક (કેવળ ) જ્ઞાન અને ક્ષાયિક (કેવળ) દર્શન, અંતરાયકર્મક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન, લાભ, ભેગ, ઉપભોગ અને ક્ષાયિક વિર્ય, એ ચાર ઘાતિ કર્મને સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એ આત્માના ગુણે હોવાથી એ ચેતન ભાવ છે.
અને છેવત્વ-જીવપણું, ભવ્યપણું, અભવ્યપણું આ ત્રણ પારિણમિક ભાવ છે. આ ભાવ જીવના સ્વભાવ ભૂત છે એટલે ભવ્યમાં ભવ્યત્વ અને છેવત્વ, અભવ્યમાં અભ વ્યત્વ અને જીવવા એ સદા સાથે પ્રગટ રહેતા હોવાથી એ ત્રણ ભાવ પણ ચેતન છે. બાકીના બધા ભાવે અચેતન જડ છે, નિમિત્તસંગથી સંગ સંબંધે આવે છે અને તેને જીવથી વિયેગ-જુદાપણું પણ થઈ શકે છે માટે તે અજીવ છે.
આ બધી હકીકત જણાવીને કહેવાને આશય એ છે કે જીવ તત્વથી અજીવ તત્વ સર્વથા ભિન્ન છે એ બરાબર જાણવાની જરૂર છે. આ પ્રકૃતિઓમાં વિવિધ પ્રકારના સુંદર