________________
૪૧
છે. આ ઉપરથી નિર્ણિત થાય છે કે રાગાદિ ભાવે। કર્મથી ઉત્પન્ન થનાશ છે, આત્માના ઘરના નથી.
સેાનું ખાણુની અંદર માટીની સાથે લાંબા વખતથી હાય છે છતાં સૈાનું એ માટીરૂપ થતું નથી અને માટી સાનારૂપે થતી નથી, તેમ જીવને કર્મની સાથે અનાદિ સંબંધ હાવા છતાં જીવ કર્મ પણાને પ્રાપ્ત થતા નથી, અને કર્મ જીવપણાને પ્રાપ્ત થતાં નથી.
સાચું સુખ આત્મામાં છે, કના અભાવવાળી દશામાં છે. આત્મા પોતે કમ ઉપાન કરતા નથી પણ રાગદ્વેષાદિ ભાવેાથી કર્મ ઉત્પન્ન થાય છે માટે રાગાદિભાવ અને કર્મોને આપસમાં કાર્ય કારણુ ભાવ છે, આત્માને તથા કર્મોને કાર્ય કારણુભાવ નથી. શાસ્ત્રોની અંદર કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ઉદયિક, ઉપશમક અને ક્ષયાપશમિક ભાવા વિવિધ પ્રકારે વર્ણન કરેલા છે તે બધા ભાવેા અપેક્ષાએ અચેતન-જડ છે.
જે ભાવા—લાગણીઓ કના ઉપશમ થવાથી થાય તે ઉપશમક ભાવ છે. કર્મોના ક્ષયથી જે ભાવ પ્રગટે તે ક્ષાયિકભાવ છે. કમના ક્ષચેાપશમથી જે ભાવ પ્રગટે તે ક્ષયાપશમિક છે. કર્મના ઉદ્દયથી જે ભાવ થાય તે ઉયિક ભાવ છે. અને જેમાં કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયાપશમ કે ઉદય. કારણરૂપ ન હેાય અને જે જીવના સ્વભાવથીજ થાય તે પરિણામિક ભાવ છે.