________________
. ૩૯ ણનું કારણ છે. તે નિરર્થક તે નથી જ. પણ તેથી નિરાબાધ સુખ શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થતી નથી, તેને માટે તે શુભાશુભ બંને પ્રકારનાં બંધનો નાશ કરે જોઈએ અને શુદ્ધચિપ આત્માનું ધ્યાન કરવું જોઈએ. કેવળ ગુણસ્થાનની વંદનાથી જીવને વીતરાગ સ્વસંવેદનતાવાળું સુખ પ્રાપ્ત થતું નથી એ કહેવાનો આશય છે.
જેમ મીયાનનું વર્ણન કરવાથી ખડ્ઝનું વર્ણન થતું નથી, થયું મનાતું નથી, તેમ અચેતન દેહની સ્તુતિ કરવાથી જ્ઞાન સ્વરૂપ આત્માની સ્તુતિ થઈ ન જ ગણાય, જેમ ખથી ફાડવું ચીરવું કાપવું આદિ કાર્ય થાય છે તે મીયાનથી થતું નથી, માટેજ મીયાનથી ખડ્ઝ જુદાં છે. તેથી મીયાનનું વર્ણન કરવાથી ખડ્ઝનું વર્ણન થતું નથી. તેની માફક સાત ધાતુવાળું શરીર અચેતન છે, તેના વર્ણનથી આત્માનું વર્ણન થતું નથી. જ્ઞાન લક્ષણવાળ આત્મા ચેતન છે તે ચેતનનું કામ જડ શરીર કરી શકે નહિં તેથી દેહની સ્તુતિથી આત્માની સ્તુતિ ન મનાય પણ આત્માની સ્તુતિથી આત્માની સ્તુતિ મનાય.
-- જેની પ્રતીતિ થવા છતાં પણ જે કઈ વખત પ્રતીત થતું નથી તે તેનાથી સર્વથા ભિન્ન છે. જેમ રસથી રૂપ ભિન્ન છે. શરીરની પ્રતીતિ થવા છતાં ચૈતન્યની પ્રતીતિ થતી નથી માટે દેહ ચૈિતન્યથી જુદું છે. પણ જ્ઞાન લક્ષણથી આત્મા જુદો નથી. જે દેહ રૂ૫ આત્મા મનાય તે દેહની પ્રતીતિ થાય છે તે વખતે આત્માની પ્રતીતિ થવી જોઈએ