________________
૨૯
વ્યાપિ રહે છે. સમુદ્દાત સિવાય જેવડું શરીર ધારણ કર્યું હોય તે શરીર પ્રમાણે આત્મ પ્રદેશેા રહે છે.
પુદ્ગલા ચાર પ્રકારે રહેલાં છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, પરમાણુઓના સમૂહ તે સ્કંધ તેના અમુક ભાગ તે દેશ. એકના બે વિભાગ થઈ ન શકે છતાં જે દેશ કે 'ધની સાથે જોડાયેલા હોય તે પ્રદેશ કહેવાય છે. અને તે પ્રદેશ તેનાથી જુદા પડે ત્યારે તેને પરમાણુ કહે. છે. વસ્તુસ્થિતિએ તે પુદ્ગલ દ્રવ્ય પરમાણુ રૂપજ છે. તેવાં અનેક પરમાણુએ જોડાઈને આકૃતિ બધાય છે, તેના સ્કંધ, દેશ, પ્રદેશ એવા વિભાગા કપાય છે. બાકી વસ્તુગતિએ એ બધાં પરમાણુઓજ છે અને તેનેજ પુદ્ગલ કહેવામાં આવે છે. તેમાં જડતાના ગુણ મુખ્ય હાવાથી તેને જડ પણ. કહે છે. સુંદર આકૃતિએ બધાઇને પાછી વિખરાઈ જતાં વાર નથી લાગતી, મેહકસ્વરૂપ બતાવીને થાડા વખતમાં તેજ પાછું નિરાશા ઉપન્ન થાય તેવું ઉદ્વેગકારક બની જાય છે માટે તેને માયા પણ કહેવામાં આવે છે. જેમ ઘડા વાડાથી પૂર્ણ ભરવામાં આળ્યેા હેાય એટલે ધુંવાડા ઘડામાં જેમ વ્યાપી રહે તેમ આ વિચિત્ર પ્રકારનાં અનંત પુદ્ગલા સ્થળ–વિશેષ સ્થળ, સૂક્ષ્મ, વિશેષ સૂક્ષ્મપણે લેાકમાં વ્યાપી રહેલાં છે. આખા લેાક આ પરમાણુથી માંડીને સ્થૂળ પદાર્થો-પુદગલાથી ભરેલા છે, છતાં ધુમાડાથી ઘડા