________________
ર૭
ધમસ્તિકાય અમુક જીવ પુદગલને ગતિમાં મદદ. આપતી વખતે જે આકાર ધારણ કરે છે તે જ આકાર બીજાને મદદ આપતી વખતે હોતો નથી, પદાર્થની જાડાઈ લંબાઈ થોડા ઝાઝાં વિગેરેની અપેક્ષાએ તેને પિતાને આકાર ફેરફાર કરવો પડે છે, આ અપેક્ષાએ તેના પર્યાયે. બદલાવ્યા કરે છે. તેમજ અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય પણ પોતાના પર્યાયે ધરાવે છે. ઉપ્તન્ન થાય છે, નાશ થાય છે અને મૂળ દ્રવ્ય ટકી રહે છે.
આ દષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કઈ પદાર્થ નાશ. પામતો નથી અને પિતાના પર્યાયમાં ફેરફાર કરી શકે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થો નિત્ય અને અનિત્ય કહેલાં છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય-અવિનાશી છે. પર્યાયની અપેક્ષાએ અનિત્ય-વિનાશી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ, અને એક જીવ દ્રવ્ય એ ચારેના પ્રદેશો અસંખ્યાતા અને સમાન છે. એકના બે ભાગ ન થાય તે પરમાણુ જેટલી આકાશની જગ્યાને વ્યાપિને રહે છે તેટલા અંશને પ્રદેશ કહેવામાં આવે છે. પરમાણુ દ્રવ્ય તેિજ આદિ મધ્ય અને અંત સ્વરૂપ છે. તે પરમાણુના વિભાગો થતા નથી એટલે તેને અવિભાગી દ્રવ્ય કહેલ છે. આ પરમાણુ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અતીંદ્રિય છે એટલે છઘસ્થ મનુષ્ય તે પરમાણુને જોઈ શકતા નથી, તે એટલો બારિક છે કે અગ્નિ કે શસ્ત્રાદિથી તેને નાશ કરી શકાતું નથી. જ્યારે તે ઘણું આણુ