________________
૧૯
ક્ષાયિકજ્ઞાન ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં થઈ ગયેલા, છતા અને અછતા તમામ પદાર્થોને એકી સાથે જાણે છે અને જુવે છે. અછતા પદાર્થો તે કહેવાય છે કે જે અતીત કાળમાં થઈ ગયા અને ભવિષ્ય કાળમાં થવાના છે. અતીત અને ભાવી બધા પદાર્થો પોત પોતાના કાળમાં જેમ રહેલા હોય તેમ વર્તમાન કાળમાં કેવલજ્ઞાનીઓ જાણે છે. જે આ જ્ઞાન એકી કાળે એકી સાથે સર્વ પદા
ને ન જાણતું હોય તે તે એક પણ પદાર્થને કઈ વખત જાણી ન શકે. કેમકે એક પદાર્થમાં અનંત પર્યાયે રહેલા છે તે બધાને જે જ્ઞાન એક પછી એક એમ અનુક્રમે - જાણવા માંડે તે ઘણુ કાળે પણ જાણ ન શકે, માટે ત્રણે કાળના પદાર્થોને એ જ્ઞાન એકીસાથે જાણી શકે છે.
આત્માનું સ્વરૂપ જુઓ. ઈન્દ્રિયોના વ્યાપારે જે જેવા સાંભળવા વિગેરે છે તેને બંધ કરીને, મનને સંકલ્પ વિકલ્પ વિનાનું બનાવી દાની સ્થિતિમાં રહેતાં જે દેખાય તે શુદ્ધ સ્વસંવેદન છે. પિતાને પોતાને અનુભવ થાય છે તે આત્માનું સ્વરૂપ છે.
જેઓ આત્મ વિચારના જ્ઞાન વડે રાગાદિ રહિત શુદ્ધ ચૈતન્યતાને પામ્યા છે તેવા જ્ઞાનીઓ પોતાને પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાન વડેજ પોતાના આત્માને જાણે છે, ત્યારે બીજાઓ નિર્દોષ શ્રુતજ્ઞાનવડે આત્માને જાણે છે.