________________
કળશ-૧૫૪
૧૯ એની પર્યાયમાં – જ્ઞાનની વર્તમાન પર્યાયમાં તેનું શેય જ્ઞાનમાં આવી ગયું. એ વસ્તુ ભલે પર્યાયમાં) ન આવી પણ અમાપ શક્તિનું પર્યાયમાં જ્ઞાન આવી ગયું. આહા...હા...! અને એની શ્રદ્ધામાં અમાપ શક્તિનો સાગર એની શ્રદ્ધા આવી ગઈ, એ વસ્તુ ભલે એમાં ન આવે. આહાહા...! એવું સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાન, એવો જે ધર્મી – એનો ધરનાર... આહા..હા.! એને શુદ્ધતાનું વદન છે. સમજાણું કાંઈ ? તેથી તેને અશુદ્ધતા નિર્જરી જાય છે એમ અહીંયાં કહેવું છે. નિર્જરા અધિકાર છે ને ? આહાહા...! સમજાણું કાંઈ ? ભાઈ ! વાતું બહુ એવી, બાપા ! આહા.હા..!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય આવી વાત ક્યાંય નથી. કોઈ મતમાં, કોઈ સંપ્રદાયમાં (ક્યાંય નથી). આહાહા...! જેના મતમાં સર્વજ્ઞ જીવ નથી એના મનમાં કોઈ સાચી વાત હોય નહિ. કેમકે ભગવાન આત્માનો સર્વજ્ઞ સ્વભાવ છે. બધા ભગવાનઆત્મા બિરાજે છે. એની પર્યાય અને રાગ ન જુઓ તો એ સર્વજ્ઞસ્વભાવી બધા ભગવાન છે. આહા...હા...!
એ સર્વજ્ઞ એટલે ‘જ્ઞ” સ્વભાવ કહો, સર્વજ્ઞ સ્વભાવ કહો, જ્ઞાયકભાવ કહો (બધું એકાર્થ છે). એવો જે ભગવાન સર્વજ્ઞસ્વભાવી પ્રભુ ! પોતાના અમાપ ગુણને પણ સર્વજ્ઞ-જ્ઞાનમાં જાણે એવી એનામાં શક્તિ છે. શક્તિ છે ! આહા..હા..! એવું જેણે પ્રતીતમાં અને જ્ઞાનની પર્યાયમાં એવા પરમાત્મસ્વરૂપને પ્રતીતમાં લીધો... આ..હા...હા...! એવા પરમાત્માનું જ્ઞાન જેને અંદર થયું, ભલે ઈ ચોથે ગુણસ્થાને હોય પણ એને શુદ્ધતાનું મુખ્યપણે વેદન છે એથી શુદ્ધને વેદે છે, અનુભવે છે, અશુદ્ધતાને અનુભવતો નથી એમ કહેવામાં આવ્યું છે. ભાઈ ! આવી વાતું છે ! આહા..હા....!
એ અહીંયાં કહે છે, (આવો) અનુભવનારો સમકિતી જીવ કેવો છે ? “વધ્યવોઘવપુષ' મારી ચીજ તો શાશ્વત છે. “વધ્ય એટલે મારો સ્વભાવ છે તે કોઈથી વધ્ય થઈ શકે નહિ. છે ? “ઝર્વણ્ય' “અવધ્ય” આ ઝીણી વાતું, બાપુ ! આ તો અક્ષરે અક્ષર સંતોના દિગંબર મુનિઓના ! એ કેવળીના કેડાયતો છે ! એની વાતું છે, ભાઈ ! આ કોઈ વાડાની – સંપ્રદાયની નથી.
કહે છે કે, સમ્યક્દષ્ટિ જીવ શુદ્ધને વેદે – અનુભવે છે. કેમ ? કે, એનું જે ત્રિકાળી સ્વરૂપ છે તે અવધ્ય છે. સમ્યક્દૃષ્ટિ – ધર્મની પહેલી સીઢીવાળો ! તેને આત્મા જે ત્રિકાળ છે એ શાશ્વત છે, અવધ્ય છે. એ કોઈથી હણાય એવો નથી. ભલે તેનામાં વિકાર ગમે તેટલા થાઓ, પણ વસ્તુ જે છે એ અવધ્ય છે. એ વસ્તુ કોઈ 'દી અપૂર્ણ અને અશુદ્ધ થતી નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
અવધ્ય’ (અર્થાતુ) અંદર ચિદૂઘન શાશ્વત છે. સમ્યક્દષ્ટિને શાશ્વત તત્ત્વની દૃષ્ટિ થઈ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? અરે...! આવી વાતું હવે આ ! બહાર સાથે કયાંય મેળ ખાય નહિ. પછી એમ કહે કે, “સોનગઢનો નવો ધર્મ કાઢ્યો. અરે! ભગવાન ! બાપુ !