________________
૧૭.
કળશ-૧૫૪ પરિણમે છે). આ..હા..! આવી વાત છે. છે ?
એ પ્રત્યક્ષપણે અનુભવે છે. એટલે ? કે, સમ્યફદૃષ્ટિને રાગ અને નિમિત્તના સહારાથી આત્માનું ભાન થાય છે એમ નથી. સમજાય છે કાંઈ ? જે વ્યવહાર દયા, દાન, ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા આદિ જે રાગ છે તેનો સહારો સમકિતીને નથી, એની મદદ એને નથી. એને ત્રિકાળી આનંદના નાથનો સહારો છે. સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ ! જન્મ-મરણ રહિત (થવાનો) સમ્યગ્દર્શનનો ઉપાય અલૌકિક છે !
અહીંયાં એમ કહે છે કે, સમ્યકુ – સત્યદૃષ્ટિ ત્રિકાળી પરમસત્ય જે વસ્તુ, ભૂતાર્થ, સત્યાર્થ એકલો જ્ઞાયક પૂર્ણ આનંદમય ! તેની સન્મુખ થઈને તેનું જેને ભાન અને પ્રતીત થયું છે તે શુદ્ધતાને વેદે છે. એ અશુદ્ધતાને વેદતો નથી. આહા..હા..! સમજાણું કાંઈ? અહીં મુખ્યપણું લેવું છે. સમ્યફદૃષ્ટિ શુદ્ધને જ વેદે છે અને અશુદ્ધને વેદતો નથી એમ જે કહ્યું એમાં) એ અશુદ્ધતાનું વેદન અહીંયાં ગૌણ કરીને એને (અશુદ્ધતા) નથી માટે વેદતો નથી એમ કહેવું છે. આટલી બધી શરતું ! સમજાણું કાંઈ ?
જેમ “સમયસારમાં અગિયારમી ગાથામાં મૂળ, જૈનશાસ્ત્રનું મૂળ (છે) એ અગિયાર (ગાથામાં) એમ કહ્યું કે, બધી પર્યાયો જૂઠી છે અને ત્રિકાળી ભૂતાર્થ વસ્તુ જ એક સાચી છે. એમ જે કહ્યું એ અપેક્ષાથી કહ્યું છે. એ જેટલી પર્યાયો છે એ બધીને ગૌણ કરી, વ્યવહાર કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. બિલકુલ નથી એમ નહિ. બિલકુલ પર્યાય નથી તો તો એકલું દ્રવ્ય (થઈ ગયું. દ્રવ્યનો નિર્ણય કરનાર જ (કોઈ) રહેતું નથી. આહા..હા..! પાઠ તો એવો આવ્યો કે, વ્યવહાર અભૂતાર્થ (છે). પર્યાયમાત્ર જૂઠી છે એમ કહ્યું અને ત્રિકાળી વસ્તુ જ એક સત્ય છે.
એમ કહેવાનું પ્રયોજન ત્રિકાળી જે સત્ય મહાપ્રભુ ભગવાન ! પરમાનંદમૂર્તિ ! એને મુખ્ય કરી અને નિશ્ચય કહી અને એ જ છે એમ કહ્યું અને પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કરીને નથી એમ કહ્યું. પણ પર્યાય બિલકુલ નથી એમ નહિ. સમજાણું કાંઈ ? આટલી બધી શરતું હવે ! એમ અહીંયાં સમ્યક્દષ્ટિ શુદ્ધ સ્વરૂપને જ વેદે છે એમ કહ્યું તો ચોથ, પાંચમે, છë એને અશુદ્ધતા નથી ? મુખ્યપણે શુદ્ધતાને વેદે છે અને અશુદ્ધતાને ગૌણ કરીને, વ્યવહાર કહીને, તેનો અભાવ કહીને નથી વેદતા એમ કહ્યું છે. ભાઈ ! આવી વાતું છે.
એ અહીં કીધું ? કે, “શુદ્ધ ચિતૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે. છે ? આહાહા...! જ્ઞાનાનંદ પ્રભુ ! અતીન્દ્રિય આનંદનું પૂર પ્રભુ છે ! આ..હા..હા..! અતીન્દ્રિય આનંદનો ધ્રુવ પ્રભુ છે ! એને (જે) વળગ્યો, એને જેણે પકડયો એવા સમ્યક્દૃષ્ટિને શુદ્ધતાનું જ વેદન છે. કેમકે દૃષ્ટિ શદ્ધ છે અને દૃષ્ટિનો વિષય છે ઈ શુદ્ધ છે. આહા..હા...! ઝીણી વાતું છે, બાપુ ! વીતરાગનો માર્ગ કોઈ અપૂર્વ છે ! લોકોને સત્ય મળ્યું નથી એટલે) પછી બહારથી કલ્પીને બેસે. બાપુ ! શું થાય ? ત્રિલોકનાથ જિનેશ્વરદેવ સર્વજ્ઞ પરમાત્મા એણે એમ કહ્યું, સર્વશે.