________________
જીવને સાફલ્ય mwwowwwwwwww જેમ ભય ચેપી છે, તેમ અભય પણ ચેપી છે. ધર્મથી નિર્ભયતા ૪
પરમ ઉપકારી ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું છે કે, જે મનુષ્ય પાપપથ પર ચાલે છે તે સદાય ભયભીત રહે છે. આ ભય તેના પાપમય જીવન અને અજ્ઞાનના કારણે છે. તેથી પાપમાં, અજ્ઞાનમાં, વિકારોમાં ભય છે. જે મનુષ્ય પાપપથ પર ચાલતું નથી, વિકારના પ્રવાહમાં વહેતો નથી અને અજ્ઞાનના અંધકારથી મુક્ત થયા છે તે સદાય નિર્ભય છે.
એક રાજાએ એકવાર બુદ્ધને કહ્યુંઃ “દુશ્મન રાજાઓને સામનો કરી શકું તે માટે હું લશ્કર તૈયાર કરી રહ્યો છું. - બુદ્ધ પૂછ્યું: “હે રાજા ! ધાર કે ચારે બાજુ રહેલાં આ પર્વતે તારા રાજય પર ચઢી આવે તે તું શું કરે? અને પર્વતેથી ય દુર્જય એવા જરા, મૃત્યુ જે ધસી આવે તે તું શું કરે?” રાજા કંઈ જવાબ આપી શકશે નહિ.
બુદ્ધ બોલ્યા: “હે રાજા ! જરા એટલે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાજય તારા સર્વ સૈન્યથી પણ ન થઈ શકે. ઘડપણુ અને મૃત્યુ બ્રાહ્મણ કે ચંડાલને ભેદ પણ રાખતાં નથી. સદુધર્મનું આચરણ ઘડપણ અને મૃત્યુના ભયથી મુક્ત કરે છે.”
ધર્મથી મોક્ષ છે, ભય મુક્તિ છે. રેમના જૂલિયસ સીઝરની વિરૂદ્ધ કેટલાક લોકો તેના