________________
ધર્મને મર્મ
[ ૧૦૩ mmmmmmmmmmomnunununun
ધર્મ મનુષ્યને નમ્ર બનાવે છે. ધર્મનો પાયો સદગુણે ઉપર રચાય છે. ધર્મમાં આચરણનું મહત્વ છે. ગુણવૃદ્ધિ તથા ચારિત્ર વિકાસ પ્રત્યે બેદરકાર રહી માત્ર વિધિવિધાન કરવામાં ધર્મ નથી. ક ગરીબને વિશ્વાસ છે
આશરે સાઠ વરસ પહેલાની રાજસ્થાનની આ ઘટના છે. એ જમાને ઉંટ અને ઘડાને હતે.
રામગઢના શેઠ શ્રી વૃદ્ધિચંદજી પાસે એક પવનવેગી ઉંટ , હતું. રાજસ્થાનમાં એ ઉંટ વખણાતું. શેઠજી પોતાના બચ્ચાની જેમ ઉંટની સંભાળ રાખતા.
પ્રસિદ્ધ ડાકુ બદનસિંહની દાનત ઉંટ લઈ જવાની હતી. તેની કઈ યુક્તિ ફાવી નહિ.
ઠંડીની ઋતુ હતી. ઉંટ ઉપર શેઠ એકલા એક ગામથી બીજે ગામ જતા હતા. થોડે દૂર જતા એક નિર્જન સ્થાનમાં રસ્તાની બાજુએ એક બિમાર વૃદ્ધ ઠંડીથી ધ્રુજતે પડ્યો હતે. ઉંટ પર જતા શેઠને હાથ જોડી તે કરગરવા લાગ્યો,
બાજુના ગામમાં જતો હતો. રસ્તામાં તાવ ચઢી ગયો છે. આપ કૃપા કરી મને ત્યાં પહોંચાડે.”
શેઠની ઉદારતા જાહેર હતી. તેમને ઉંટને બેસાડી બિમાર વૃદ્ધને ઉંટ પર લઈ લીધો.
થોડે દૂર જતા શેઠજીને પાછળથી જોરથી ધક્કો લાગ્યો