________________
૧૩૪ ]
જીવન સાફલ્ય
વગાડવામાં આવેલા રોમન ઓપેરા THYESTES ની ઈલેકટ્રોનીક વડે પુનઃરચના કરી છે.
–(ટાઈમ્સ ઓફ ઇડિયા તા. ૯ જુન ૧૯૭૨) વિજ્ઞાનના આ નવા સંશોધનોથી વનિની શક્તિ-અક્ષ રને મહિમા સમજાશે. ' શબ્દનું રૂપમાં તથા રૂપનું શબ્દમાં રૂપાંતર થઈ શકે છે. એક વ્યક્તિના બેલાયેલા શબ્દોનું રૂપાંતર કરવાથી તે વ્યક્તિનું ચિત્ર ઉપસી આવે. પ્રત્યેક ચિત્રનું શબ્દમાં રૂપાંતર થઈ શકે.
૦ જિન બેજા તિન પાઈયા ૦
“અનેકાર્થ રન મંજૂષા” ગ્રંથમાં શ્રી સમયસુંદર ગણિને અષ્ટલક્ષી ગ્રંથ પ્રસિદ્ધ થઈ ગયા છે.
પૂ. શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્યરત્ન શ્રી વર્ધમાનસૂરિએ શ્રી કુમાર વિહાર પ્રશસ્તિ કાવ્ય રચ્યું છે, તેનું ૮૬ મું કાવ્ય જે ચાર લીટીનું છે તેના ૧૧૬ અર્થ કર્યા છે. “અનેકાર્ય સાહિત્ય સંગ્રહમાં જે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.
શાસ્ત્રોની આ વિશેષતા છે, તેનું ઉંડાણ ગંભીર છે. તેમાં અનેક દષ્ટિઓને સમન્વય છે.
જક વિજ્ઞાનની ભાષામાં એક શબ્દ એક અર્થ બતાવે