________________
૧૩૨ ]
જીવન સાફલ્ય
એટલે ચ'ડાળ થાય. શકૃત અને સસ્કૃતમાં શકૃત એટલે અનેકવાર અને સમૃત એટલે એકવાર થાય.
એક શબ્દ અધિક આદેશ થતાં વિષ એટલે ઝેર અને વિષય એટલે ભાગ થાય. કુંતી અને કુત્તીમાં એક અનુસ્વારના ફરક માત્રથી કેટલી વિષમતા પેદા થાય છે.
સમ્રાટ અશાકે દૂર રહેલા પેાતાના રાજકુવર કુણાલ ઉપર એક પત્ર લખ્યા. કુણાલની એરમાન માતાએ ઈર્ષ્યાથી આંખના કાજળ વડે આ પત્રમાં એક શબ્દ પર એક અનુસ્વાર મૂકયા અને પત્રના આખા ય અથ ફરી ગયા તથા પિતાની આજ્ઞાનુ` પાલન કરવા માટે કુણાલે પેાતાની આંખેા ફાડી નાખી.
અક્ષરના આ મહિમાને જાણીને શબ્દોમાં રહેલી શક્તિના સદુપયેાગ કરી જીવનની સમ્યક્ સફળતા પ્રાપ્ત કરવાની છે,