________________
૧૨ ૪: જીવન સાફલ્ય :
સર્વ જીવો પ્રત્યે દયા રાખવી એમ સર્વજ્ઞ ભગવતેએ કહેલું છે, કેમકે અહિંસા જ ધર્મનું મૂળ છે અને સત્ય વગેરે તે તેને વિસ્તાર છે. અહિંસાને સર્વ પ્રથમ કહેલી છે, કારણ કે જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્રિય છે. “તસ્માત્સર્વ પ્રયત્ન કર્તવ્યા સા વિચક્ષણ માટે વિચક્ષણ પુરુષોએ સર્વ પ્રકારના પ્રયત્ન કરીને પણ દયાનું પાલન કરવું:
જીવનની સફળતા ધર્મના પાલનમાં છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે. દયા અને દાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. ક્ષમાથી ધર્મ સ્થિર થાય છે તથા કૈધ અને લોભથી ધર્મનો નાશ થાય છે. આ ધર્મનો સાર શાસ્ત્રકારોએ બતાવ્યો છે, તે આ પ્રમાણે છે. શ્રયતાં ધર્મસર્વસ્વ,
કૃત્વા ચૈવાવધાયતામૂ આમનઃ પ્રતિકૂલાન,
પરે ન સમાચરે છે