________________
૧૭૦ ]
જીવન સાફય
જીવન જે સાચી સેવામાં વાપરે છે, તે કયાણને માગે છે. જીવન જે હિંસામાં વેડફે છે તે દુઃખને માગે છે.
૦ જીવન સાફલ્યની ચાવી ૦ જેયું કે જાણ્યું નહિ,
માણ્યું નહિ જરૂર જીવતર એનું વહી ગયું,
વૃથા નદીનું પૂર જેણે આત્માને જોયો નહિ, જાણે નહિ, આત્મસુખને અનુભવ કર્યો નહિ. સમ્યગ દર્શન, જ્ઞાન કે ચારિત્ર પ્રગટાવ્યા નહિ તેનું જીવતર જેમ નદીનું પૂર આવે અને વહી જાય તેમ નિરર્થક વહી ગયું.
ધર્મનું પ્રથમ પગથિયું સ્થૂલ શરીરને ધારણ કરનારા આત્માના અસ્તિત્વને સમજવાનું છે. શરીરની પાછળ એક અદય, અનંત શક્તિ અને અનંતા ગુણેને સ્વામિ બિરાજમાન છે. તેનો સાક્ષાત્કાર કરે એ માનવ જીવનની સફળતા છે.
પ્રથમ જાણે કે શરીરમાં આત્મા છે. પછી જુઓ કે આત્મામાં શરીર છે. ત્યારે અનુભવશો કે તમે આમા છે. જીવન સાફલ્યની આ ચાવી છે.